Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 89 of 655
PDF/HTML Page 144 of 710

 

૮૬] [મોક્ષશાસ્ત્ર

૯. શબ્દદ્રષ્ટિથી એવંભૂત પ્રત્યે જા. = શબ્દના રહસ્યભૂત પદાર્થની દ્રષ્ટિથી

પૂર્ણતા પ્રત્યે જા.

૧૦. એવંભૂતદ્રષ્ટિથી શબ્દ નિર્વિકલ્પ કર. = નિશ્ચયદ્રષ્ટિથી શબ્દના રહસ્યભૂત

પદાર્થમાં નિર્વિકલ્પ થા.

૧૧. સમભિરૂઢદ્રષ્ટિથી એવંભૂત અવલોક. = સાધકઅવસ્થાના આરૂઢભાવથી

નિશ્ચયને જો.

૧૨. એવંભૂતદ્રષ્ટિથી સમભિરૂઢ સ્થિતિ કર. = નિશ્ચયદ્રષ્ટિથી સમસ્વભાવ

પ્રત્યે આરૂઢ સ્થિતિ કર.

૧૩. એવંભૂતદ્રષ્ટિથી એવંભૂત થા. = નિશ્ચયદ્રષ્ટિથી નિશ્ચયરૂપ થા.
૧૪. એવંભૂત સ્થિતિથી એવંભૂતદ્રષ્ટિ શમાવ. = નિશ્ચયસ્થિતિથી નિશ્ચયદ્રષ્ટિના
વિકલ્પને શમાવી દે.
ખરા ભાવો લૌકિક ભાવોથી વિરુદ્ધ હોય છે

પ્રશ્નઃ– જો વ્યવહારનય થી એટલે કે વ્યાકરણને અનુસરીને જે પ્રયોગ (અર્થ) થાય છે તેને તમે શબ્દનયથી દૂષિત કહેશો તો લોક અને શાસ્ત્રને વિરોધ આવશે?

ઉત્તરઃ– લોક ન સમજે તેથી વિરોધ ભલે કરે; અહીં યથાર્થ સ્વરૂપ (તત્ત્વ) વિચારવામાં આવે છે-પરીક્ષા કરવામાં આવે છે. ઔષધિ રોગીની ઇચ્છાનુસાર હોતી નથી. (સર્વાર્થસિદ્ધિ પાનું-પ૩૪.) જગત રોગી છે, તેને અનુકૂળ આવે એમ જ્ઞાનીઓ તત્ત્વનું સ્વરૂપ (ઔષધિ) ન કહે, પણ જેમ યથાર્થ સ્વરૂપ હોય તેમ તેઓ કહે. ૩૩.

*
જ્ઞાન સંબંધી વિશેષ ખુલાસો (સૂત્ર–૮)

પ્રશ્ન– આઠમા સૂત્રમાં (પાનું-૪૨) જ્ઞાનના સત્-સંખ્યાદિ આઠ ભેદો જ કેમ કહેવામાં આવ્યા છે, ઓછા કે વધારે કેમ કહ્યા નથી?

ઉત્તરઃ– નીચેના આઠ પ્રકારનો નિષેધ કરવા માટે તે આઠ ભેદો કહેવામાં આવ્યા છે.ઃ-

૧. નાસ્તિક કહે છે કે ‘કોઈ વસ્તુ છે જ નહિ.’ તેથી ‘સત્’ સાબિત
કરવાથી તે નાસ્તિકની દલીલ તોડી નાંખી.
૨. કોઈ કહે છે કે ‘વસ્તુ એક જ છે, તેમાં કોઈ પ્રકારના ભેદ નથી.’
‘સંખ્યા’ સાબિત કરવાથી તે દલીલ તોડી નાંખી.