અ. ૧. સૂત્ર ૩૩] [૮૭
૩. કોઈ કહે છે કે ‘વસ્તુને પ્રદેશ (આકાર) નથી.’ ‘ક્ષેત્ર’ સાબિત કરવાથી
તે દલીલ તોડી નાંખી.
૪. કોઈ કહે છે કે ‘વસ્તુ ક્રિયારહિત છે.’ ‘સ્પર્શન’ સાબિત કરવાથી તે દલીલ
તોડી નાંખી. [નોંધઃ- એક જગ્યાથી બીજી જગ્યાએ જવું તે ક્રિયા છે.]
પ. ‘વસ્તુનો પ્રલય (સર્વથા નાશ) થાય છે’ એમ કોઈ માને છે. ‘કાલ’
સાબિત કરવાથી તે દલીલ તોડી નાંખી.
૬. ‘વસ્તુ ક્ષણિક છે’ એમ કોઈ માને છે. ‘અંતર’ સાબિત કરવાથી તે
દલીલ તોડી નાંખી.
૭. ‘વસ્તુ કૂટસ્થ છે’ એમ કોઈ માને છે. ‘ભાવ’ સાબિત કરવાથી તે
દલીલ તોડી નાંખી. [જેની હાલત ન બદલાય તેને કૂટસ્થ કહે છે.]
૮. ‘વસ્તુ સર્વથા એક જ છે અથવા તો વસ્તુ સર્વથા અનેક જ છે’ એમ
કોઈ માને છે. ‘અલ્પ-બહુત્વ’ સિદ્ધ કરવાથી તે દલીલ તોડી નાંખી.
[જુઓ, ‘પ્રશ્રોત્તર-સર્વાર્થસિદ્ધિ’ પાનું ૨૭૭-૨૭૮]
એ પ્રમાણે શ્રી ઉમાસ્વામી વિરચિત મોક્ષશાસ્ત્રના
પ્રથમ અધ્યાયની ગુજરાતી ટીકા પૂરી થઈ.