Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 93 of 655
PDF/HTML Page 148 of 710

 

અ. ૧. પરિ. ૧] [૯૧

(૨) સર્વજ્ઞ ભગવાનની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું શ્રદ્ધાન તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. [નિશ્ચયસમ્યગ્દર્શન નિમિત્તને, અધૂરા કે વિકારી પર્યાયને, ભંગ-ભેદને કે ગુણભેદને સ્વીકારતું નથી-લક્ષમાં લેતું નથી.]

નોંધઃ– ઘણા માણસો માત્ર એક સર્વવ્યાપક આત્મા છે એમ માને છે અને તે આત્માને કૂટસ્થ

માત્ર માને છે, પણ તેમના કહેવા મુજબ ચૈતન્ય માત્ર આત્માને માનવો તે સમ્યગ્દર્શન નથી.

(૩) સ્વરૂપનું શ્રદ્ધાન.
(૪) આત્મશ્રદ્ધાન.
[પુરુષાર્થસિદ્ધિ ઉપાય ગાથા-૨૧૬]
(પ) સ્વરૂપની યથાર્થ પ્રતીતિ. [મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૩૨૨-૩૨૮]
(૬) પરથી ભિન્ન પોતાના આત્માની શ્રદ્ધા-રુચિ. [સમયસાર કલશ ૬;

છહઢાળા-ત્રીજી ઢાળ, ગાથા-૨]

નોંધઃ– અહીં ‘પરથી ભિન્ન’ એ શબ્દો એમ સૂચવે છે કે સમ્યગ્દર્શનને પરવસ્તુ, નિમિત્ત,

અશુદ્ધપર્યાય, ઊણી શુદ્ધપર્યાય કે ભંગ-ભેદ એ કાંઈ સ્વીકાર્ય નથી. સમ્યગ્દર્શનનો વિષય (લક્ષ્ય) પૂર્ણ જ્ઞાનઘન ત્રિકાળી આત્મા છે. [પર્યાયની અપૂર્ણતા વગેરે સમ્યગ્જ્ઞાનનો વિષય છે.]

(૭) વિશુદ્ધજ્ઞાન-દર્શનસ્વભાવસ્વરૂપ નિજ પરમાત્માની રુચિ તે સમ્યગ્દર્શન. [જયસેનાચાર્ય કૃત ટીકા-હિંદી સમયસાર પાનું-૮]

નોંધઃ– અહીં ‘નિજ’ શબ્દ છે, તે અનેક આત્માઓ છે તેમનાથી પોતાની ભિન્નતા બતાવે છે.
(૮) શુદ્ધ જીવાસ્તિકાયની રુચિરૂપ નિશ્ચયસમ્યક્ત્વ. [જયસેનાચાર્ય કૃત

ટીકાપંચાસ્તિકાય ગાથા-૧૦૭ પાનું-૧૭૦]

(૪)
જ્ઞાનગુણની મુખ્યતાએ
નિશ્ચયસમ્યગ્દર્શનની વ્યાખ્યા

(૧) વિપરીત અભિનિવેશ રહિત જીવાદિ તત્ત્વાર્થશ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. [મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૩૧૭-૩૨૦ તથા પુરુષાર્થસિદ્ધિઉપાય ગાથા-૨૨]

નોંધઃ– આ વ્યાખ્યા પ્રમાણદ્રષ્ટિએ છે તેમાં નાસ્તિ-અસ્તિ બન્ને પડખાં બતાવ્યાં છે.

(ર) ‘જીવાદિનું શ્રદ્ધાન સમ્યક્ત્વ છે’ એટલે કે જીવાદિ પદાર્થોના યથાર્થ શ્રદ્ધાન સ્વરૂપે આત્માનું પરિણમન તે સમ્યક્ત્વ છે. [સમયસાર ગાથા-૧પપ હિંદી પાનું ૨૨પ, ગુજરાતી પાનું-૨૦૧]

(૩) ભૂતાર્થે જાણેલા પદાર્થોથી શુદ્ધાત્માના જુદાપણાનું સમ્યક્અવલોકન. [જયસેનાચાર્ય કૃત ટીકા-હિંદી સમયસાર પાનું-૨૨૬]