Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 95 of 655
PDF/HTML Page 150 of 710

 

અ. ૧. પરિ. ૧] [૯૩

(૭) આત્માને આત્માથી જાણતો જીવ તે નિશ્ચયસમ્યગ્દ્રષ્ટિ છે. [પરમાત્મપ્રકાશ ગાથા-૮૨]

(૮) ‘तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् [તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૧, સૂત્ર ર]
(પ)
ચારિત્રગુણની મુખ્યતાએ
નિશ્ચયસમ્યગ્દર્શનની વ્યાખ્યા

(૧) “ જ્ઞાનચેતનામાં ‘જ્ઞાન’ શબ્દથી જ્ઞાનમય હોવાના કારણે શુદ્ધાત્માનું ગ્રહણ છે અને તે શુદ્ધાત્મા જે-દ્વારા અનુભૂત થાય તેને જ્ઞાનચેતના કહે છે.” [પંચાધ્યાયી અ. ર. ગાથા ૧૯૬-ભાવાર્થ]

(ર) “તેનો ખુલાસો એ છે કે-આત્માનો જ્ઞાનગુણ સમ્યક્ત્વયુક્ત થતાં આત્મસ્વરૂપની જે ઉપલબ્ધિ થાય છે તેને જ્ઞાનચેતના કહે છે.” [પંચાધ્યાયી ગાથા-૧૯૭]

(૩) “ નિશ્ચયથી આ જ્ઞાનચેતના સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. [પંચાધ્યાયી ગા. -૧૯૮]
નોંધઃ– અહીં આત્માનો જે શુદ્ધોપયોગ છે-અનુભવ છે તે ચારિત્રગુણનો પર્યાય છે.
(૪) આત્માની શુદ્ધ ઉપલબ્ધિ સમ્યગ્દર્શનનું લક્ષણ છે. [પંચાધ્યાયી ગાથા-૨૧પ]
નોંધ– અહીં એટલું લક્ષમાં રાખવું કે જ્ઞાનની મુખ્યતાએ તથા ચારિત્રની મુખ્યતાએ જે કથન

છે તેને સમ્યગ્દર્શનનું બાહ્ય લક્ષણ જાણવું કેમકે સમ્યગ્જ્ઞાન અને અનુભવની સાથે સમ્યગ્દર્શન અવિનાભાવી હોવાથી તે સમ્યગ્દર્શનને અનુમાનથી સિદ્ધ કરે છે. એ અપેક્ષાએ તેને વ્યવહારકથન કહેવામાં આવે છે, અને દર્શન (શ્રદ્ધા) ગુણ અપેક્ષાએ જે કથન છે તેને નિશ્ચયકથન કહેવામાં આવે છે.

(પ) દર્શનનું નિશ્ચય સ્વરૂપ એવું છે કે-ભગવાન પરમાત્મસ્વભાવના અતીન્દ્રિય સુખની રુચિ કરવાવાળા જીવમાં શુદ્ધ અંતરંગ આત્મિક તત્ત્વના આનંદને ઊપજવાનું ધામ એવા શુદ્ધ જીવાસ્તિકાયનું (પોતાના જીવસ્વરૂપનું) પરમ શ્રદ્ધાન, દ્રઢ પ્રતીતિ અને સાચો નિશ્ચય એ જ દર્શન છે. (આ વ્યાખ્યા સુખગુણની મુખ્યતાથી છે.)

(૬)
અનેકાન્ત સ્વરૂપ

દર્શન-જ્ઞાન-ચારિત્ર સંબંધી અનેકાન્ત સ્વરૂપ સમજવા લાયક હોવાથી અહીં કહેવામાં આવે છે.