અ. ૧. પરિ. ૧] [૯પ
અર્થઃ– પોતાના સ્વભાવની પ્રતીતિ, જ્ઞાન અને અનુભવ વર્તે અને પોતાના ભાવમાં પોતાની વૃતિ વહે તે પરમાર્થસમ્યક્ત્વ છે.
નિશ્ચયસમ્યગ્દર્શનનું ચારિત્રના ભેદઅપેક્ષાએ કથન
નિશ્ચયસમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાનકથી શરૂ થાય છે, ચોથા અને પાંચમા ગુણસ્થાનકે ચારિત્રમાં મુખ્યપણે રાગ હોય છે તેથી તેને ‘સરાગસમ્યકત્વ’ કહેવાય છે. છઠ્ઠાગુણસ્થાનકે ચારિત્રમાં રાગ ગૌણ છે અને પછીનાં ગુણસ્થાનોમાં તે ટળતાં ટળતાં છેવટે સંપૂર્ણ વીતરાગચારિત્ર થાય છે તેથી છઠ્ઠા ગુણસ્થાનકથી ‘વીતરાગસમ્યક્ત્વ’ કહેવાય છે.
પ્રશ્નઃ– મિથ્યાત્વ અને અનંતાનુબંધીના નિમિત્તે થતા વિપરીત અભિનિવેશ રહિત જે શ્રદ્ધા છે તે નિશ્ચયસમ્યકત્વ છે કે વ્યવહારસમ્યકત્વ છે?
ઉત્તરઃ– તે નિશ્ચયસમ્યકત્વ છે, વ્યવહારસમ્યકત્વ નથી. પ્રશ્નઃ– પંચાસ્તિકાયની ગાથા ૧૦૭ની સંસ્કૃત ટીકામાં તેને વ્યવહારસમ્યકત્વ કહ્યું છે?
विपरिताभिनिवेश रहितं श्रद्धानंः અહીં ‘श्रद्धानं’ કહીને શ્રદ્ધાનની ઓળખાણ આપી છે, પણ તેને વ્યવહારસમ્યકત્વ કહ્યું નથી. વ્યવહાર અને નિશ્ચયસમ્યકત્વની વ્યાખ્યા તો ગાથા ૧૦૭માં કહેલ ‘भावाणं’ શબ્દના અર્થમાં કહી છે.
પ્રશ્નઃ– ‘અધ્યાત્મ કમલમાર્તંડ’ની ૭મી ગાથામાં તેને વ્યવહારસમ્યકત્વ કહ્યું છે એ ખરું?
ઉત્તરઃ– ના, ત્યાં નિશ્ચયસમ્યકત્વની વ્યાખ્યા છે; દ્રવ્યકર્મના ઉપશમ, ક્ષય વગેરેનાં નિમિત્તથી સમ્યકત્વ પેદા થાય છે- એમ નિશ્ચયસમ્યકત્વની વ્યાખ્યા કરવી તે વ્યવહારનયથી છે કેમકે તે વ્યાખ્યા પરદ્રવ્યની અપેક્ષાએ કહી છે. પોતાના પુરુષાર્થથી નિશ્ચયસમ્યકત્વ