૯૮] [મોક્ષશાસ્ત્ર થયું છે તેને ‘ઉદય’ કહેવાનો ઉપચાર છે એટલે કે તે કર્મપર નિમિત્તનો આરોપ આવે છે. અને જો જીવ પોતે પોતાના સત્ય પુરુષાર્થ વડે વિકાર કરતો નથી-પોતાના પર્યાયનો ઘાત કરતો નથી તો દ્રવ્યકર્મોના તે જ સમૂહને ‘નિર્જરા’ નામ આપવામાં આવે છે. આ રીતે નિમિત્ત-નૈમિત્તિકસંબંધનું જ્ઞાન કરવા પૂરતો તે વ્યવહારકથનનો અર્થ થાય છે. જો બીજી રીતે (શબ્દો પ્રમાણે) અર્થ કરવામાં આવે તો સંબંધને બદલે કર્તાકર્મનો સંબંધ માનવા બરાબર થાય છે; અર્થાત્ ઉપાદાનનિમિત્ત, નિશ્ચય-વ્યવહાર એકરૂપ થઈ જાય છે; અથવા તો એક બાજુ જીવદ્રવ્ય અને બીજી બાજુએ અનંત પુદ્ગલ દ્રવ્યો (કર્મો)-તે અનંત દ્રવ્યોએ મળી જીવમાં વિકાર કર્યો એમ તેનો અર્થ થઈ જાય છે-કે જે બની શકે નહિ. આ નિમિત્ત-નૈમિત્તિકસંબંધ બતાવવા કર્મના ઉદયે જીવને અસર કરી-નુકસાન કર્યું -પરિણમાવ્યો વગેરે પ્રકારે ઉપચારથી કહેવાય છે, પણ તેનો જો તે શબ્દ પ્રમાણે જ અર્થ કરવામાં આવે તો તે ખોટો છે.
ટીકા]
આ રીતે સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે પહેલાં તો સ્વદ્રવ્ય-પરદ્રવ્યની ભિન્નતા નક્કી કરવી, પછી શું કરવું તે હવે કહેવાય છે.
સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની ભિન્નતા નક્કી કરી, પરદ્રવ્યો ઉપરનું લક્ષ છોડી સ્વદ્રવ્યના વિચારમાં આવવું, ત્યાં આત્મામાં બે પડખાં છે તે જાણવાં. એક પડખું- આત્માનું દરેક સમયે ત્રિકાળી અખંડ પરિપૂર્ણ ચૈતન્યસ્વભાવરૂપપણું દ્રવ્યે-ગુણે-પર્યાયે (વર્તમાન પર્યાયને ગૌણ કરતાં) છે, આત્માનું આ પડખું ‘નિશ્ચયનયનો વિષય છે. આ પડખાંને નક્કી કરનાર જ્ઞાનનું પડખું તે ‘નિશ્ચયનય’ છે.
બીજું પડખું-વર્તમાન પર્યાયમાં દોષ છે-વિકાર છે, તે નક્કી કરવું. આ પડખું વ્યવહારનયનો વિષય છે. આમ બે નયદ્વારા આત્માનાં બન્ને પડખાંને નક્કી કર્યા પછી, વિકારી પર્યાય ઉપરનું વલણ-લક્ષ છોડીને પોતાના ત્રિકાળી ચૈતન્યસ્વરૂપ તરફ વળવું. એ રીતે ત્રિકાળી દ્રવ્ય તરફ વળતાં-તે ત્રિકાળી નિત્ય પડખું હોવાથી -તેને આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટે છે.
જોકે નિશ્ચયનય અને સમ્યગ્દર્શન એ બન્ને જુદા જુદા ગુણોના પર્યાય છે તોપણ તે બન્નેનો વિષય એક છે-અર્થાત્ તે બન્નેનો વિષય એક અખંડ, શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યસ્વરૂપ આત્મા છે, તેને બીજા શબ્દોમાં ‘ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ’ કહેવામાં આવે