અ. ૧. પરિ. ૧] [૯૯ છે. સમ્યગ્દર્શન કોઈ પરદ્રવ્ય, દેવ-ગુરુ-શાસ્ત્ર, નિમિત્ત, પર્યાય, ગુણભેદ કે ભંગ વગેરેને સ્વીકારતું નથી, કેમકે તેનો વિષય ઉપર કહ્યા મુજબ ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ આત્મા છે. (૧૩)
નિર્વિકલ્પ અનુભવની શરૂઆત ચોથા ગુણસ્થાનથી જ થાય છે, પરંતુ ચોથા ગુણસ્થાને તે ઘણા કાળના અંતરાળે થાય છે, અને ઉપરનાં ગુણસ્થાનોએ શીઘ્ર-શીઘ્ર થાય છે. નીચેના અને ઉપરનાં ગુણસ્થાનોની નિર્વિકલ્પતાનાં ભેદ એ છે કે પરિણામોની મગ્નતા ઉપરનાં ગુણસ્થાનોમાં વિશેષ છે. [ગુજરાતી મોક્ષમાર્ગ પ્રકાશક સાથેની ચિઠ્ઠી પાનું-૩૪૯]
સમ્યક્ત્વ પર્યાય હોવા છતાં ગુણ કેમ કહેવાય છે?
પ્રશ્નઃ– સમ્યગ્દર્શન તો પર્યાય છે છતાં કોઈ કોઈ ઠેકાણે તેને સમ્યકત્વ ગુણ કેમ કહે છે?
ઉત્તરઃ– ખરી રીતે સમ્યગ્દર્શન પર્યાય છે, પણ જેવો ગુણ છે તેવો જ તેનો પર્યાય પ્રગટયો છે-એમ ગુણ-પર્યાયનું અભેદપણું બતાવવા તેને સમ્યકત્વ ગુણ પણ કોઈ કોઈ ઠેકાણે કહેવામાં આવે છે; પણ ખરી રીતે સમ્યકત્વ તે પર્યાય છે-ગુણ નથી. ગુણ હોય તે ત્રિકાળ રહે છે. સમ્યકત્વ ત્રિકાળ નથી પણ તે તો જીવ પોતાના સત્ય પુરુષાર્થથી પ્રગટ કરે છે ત્યારે થાય છે, માટે તે પર્યાય છે.
પશ્નઃ– છદ્મસ્થને સમ્યગ્દર્શન હોય છે અને કેવળી તથા સિદ્ધ ભગવાનને સમ્યગ્દર્શન હોય છે, તે બન્નેને સમાન હોય છે કે અસમાન હોય છે?
ઉત્તરઃ– જેમ છદ્મસ્થ (અપૂર્ણ) જીવને શ્રુતજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી ભગવાન અને સિદ્ધ ભગવાનને કેવળજ્ઞાન અનુસાર જ પ્રતીતિ હોય છે. જેવું તત્ત્વશ્રદ્ધાન છદ્મસ્થને હોય છે તેવું જ કેવળી-સિદ્ધ ભગવાનને પણ હોય છે, માટે જ્ઞાનાદિકની હીનતાઅધિકતા હોવા છતાં પણ તિર્યંચાદિકને તથા કેવળી અને સિદ્ધ ભગવાનને સમ્યગ્દર્શન તો સમાન જ છે; કેમકે જેવી આત્મસ્વરૂપની શ્રદ્ધા સમ્યગ્દ્રષ્ટિને છે તેવી જ કેવળી ભગવાનને છે. ચોથા ગુણસ્થાને શુદ્ધ આત્માની શ્રદ્ધા એક પ્રકારની