૧૦૦] [મોક્ષશાસ્ત્ર હોય અને કેવળી થતાં જુદા પ્રકારની થાય એમ બને નહિ; જો બને તો ચોથા ગુણસ્થાને જે શ્રદ્ધા છે તે ખરી ઠરે નહિ પણ મિથ્યા ઠરે.
(૧૬)
પ્રશ્નઃ– જો બધા સમ્યગ્દ્રષ્ટિઓનું સમ્યગ્દર્શન સમાન છે તો આત્માનુશાસનની ૧૧મી ગાથામાં સમ્યગ્દર્શનના દશ પ્રકારના ભેદ કેમ કહેવામાં આવ્યા છે?
ઉત્તરઃ– સમ્યગ્દર્શનના એ ભેદો નિમિત્તાદિની અપેક્ષાએ કહેવામાં આવ્યા છે. આત્માનુશાસનમાં દશ પ્રકારે સમ્યક્ત્વના ભેદ કહ્યા છે તેમાં આઠ ભેદ સમ્યગ્દર્શન પ્રગટ થવા પહેલાં જે નિમિત્તો હોય છે તે નિમિત્તોનું જ્ઞાન કરાવવા માટે કહ્યા છે, અને બે ભેદ જ્ઞાનના સહકારીપણાની અપેક્ષાએ કહ્યા છે. શ્રુતકેવળીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને અવગાઢ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે, અને કેવળી ભગવાનને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને પરમ અવગાઢ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે; એ રીતે આઠ ભેદ નિમિત્તોની અપેક્ષાએ અને બે ભેદ જ્ઞાનની અપેક્ષાએ છે. ‘દર્શન’ ની પોતાની અપેક્ષાએ તે ભેદો નથી. તે દશે પ્રકારમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ એક જ પ્રકારે હોય છે-એમ જાણવું.
પ્રશ્નઃ– જો ચોથા ગુણસ્થાનથી તે સિદ્ધ ભગવાન સુધી બધા સમ્યગ્દ્રષ્ટિઓને સમ્યગ્દર્શન સરખું છે તો કેવળી ભગવાનને પરમ અવગાઢ સમ્યગ્દર્શન કેમ કહ્યું?
ઉત્તરઃ– જેમ છદ્મસ્થને શ્રુતજ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે તેમ કેવળી અને સિદ્ધ ભગવાનને કેવળજ્ઞાન અનુસાર જ પ્રતીતિ હોય છે. સમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાને પ્રગટતાં જે આત્મસ્વરૂપ નિર્ણીત કર્યું હતું તે જ કેવળજ્ઞાન વડે જાણ્યું એટલે ત્યાં પ્રતીતિમાં પરમ અવગાઢપણું થયું, તેથી જ ત્યાં પરમ અવગાઢ સમ્યક્ત્વ કહ્યું છે. પણ પૂર્વે જે શ્રદ્ધાન કર્યું હતું તેને જો કેવળજ્ઞાનમાં જૂઠું જાણ્યું હોત તો તો છદ્મસ્થની શ્રદ્ધા અપ્રતીતિરૂપ ગણાત; પરંતુ આત્મસ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસ્થને હોય છે તેવું જ કેવળી અને સિદ્ધ ભગવાનને પણ હોય છે-એટલે કે મૂળભૂત જીવાદિના સ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસ્થને હોય છે તેવું જ કેવળીને પણ હોય છે.
ઔપશમિક સમ્યક્ત્વ વર્તમાનમાં ક્ષાયિકવત્ નિર્મળ છે. ક્ષાયોપશમિક સમ્યક્ત્વમાં