અ. ૧. પરિ. ૧] [૧૦૧ સમલ તત્ત્વાર્થશ્રદ્ધાન થાય છે. અહીં જે મલપણું છે તેનું તારતમ્યસ્વરૂપ કેવળજ્ઞાનગમ્ય છે. આ અપેક્ષાએ તે સમ્યક્ત્વ નિર્મળ નથી. અત્યંત નિર્મળ તત્ત્વાર્થશ્રદ્ધાન થાય તે ક્ષાયિક સમ્યગ્દર્શન છે. [મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૩૩પ-૩૩૬-૩૪૬]
આ બધાં સમ્યક્ત્વમાં જ્ઞાનાદિકની હીનતા-અધિકતા હોવા છતાં પણ તુચ્છ તિર્યંચાદિકને તથા કેવળી ભગવાનને અને સિદ્ધ ભગવાનને સમ્યક્ત્વ ગુણ તો સમાન જ કહ્યો છે, કારણ કે બધાને પોતાના આત્માની અથવા તો સાત તત્ત્વોની સમાન માન્યતા છે.[મોક્ષમાર્ગ પ્રકાશક પાનું-૩૨૩]
સમ્યગ્દ્રષ્ટિને વ્યવહારસમ્યક્ત્વમાં નિશ્ચયસમ્યક્ત્વ ગર્ભિત છે-નિરંતર ગમન (પરિણમન) રૂપ છે.[મોક્ષમાર્ગ પ્રકાશક પાનું-૩પ૦]
૧- સમલ અગાઢ, ર-નિર્મળ, ૩-ગાઢ, ૪-અવગાઢ અને પ-પરમ અવગાઢ. વેદક સમ્યક્ત્વ સમલ અગાઢ છે, ઔપશમિક અને ક્ષાયિક્ સમ્યક્ત્વ નિર્મળ છે, ક્ષાયિક સમ્યક્ત્વ ગાઢ છે. અંગ અને અંગબાહ્ય સહિત જૈનશાસ્ત્રોના અવગાહન વડે નીપજેલી દ્રષ્ટિ તે અવગાઢ સમ્યક્ત્વ છે; શ્રુતકેવળીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને અવગાઢ સમ્યક્ત્વ કહે છે. પરમાવધિ જ્ઞાનીને અને કેવળજ્ઞાનીને જે તત્ત્વશ્રદ્ધાન છે તેને પરમાવગાઢ સમ્યક્ત્વ કહે છે. આ બે ભેદ જ્ઞાનના સહકારીપણાની અપેક્ષાએ છે.
સંસ્કૃત ટીકા]