Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 104 of 655
PDF/HTML Page 159 of 710

 

૧૦૨] [મોક્ષશાસ્ત્ર

ઉત્તરઃ– ચોથા ગુણસ્થાને ભાવશ્રુતજ્ઞાન હોય છે તે જ્ઞાન વડે પોતાને સમ્યગ્દર્શન પ્રગટયાની સમ્યગ્દ્રષ્ટિને ખબર પડે છે. જો તે જ્ઞાન વડે ખબર ન પડે એમ માનીએ તો તે શ્રુતજ્ઞાનને સમ્યક્ [યથાર્થ] કેમ કહી શકાય? જો પોતાને પોતાના સમ્યગ્દર્શનની ખબર ન પડતી હોય તો તેનામાં અને મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાનીમાં કાંઈ ફેર પડયો નહિ!

પશ્નઃ– અહીં તમે સમ્યગ્દર્શનને શ્રુતજ્ઞાન દ્વારા જણાય એમ કહ્યું છે, પણ પંચાધ્યાયી અધ્યાય ર માં તેને અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાનગોચર કહ્યું છે-તે ગાથાઓ નીચે પ્રમાણે છેઃ-

सम्यक्त्वं वस्तुतः सूक्ष्मं केवलज्ञानगोचरम्।
गोचरं स्वावधिस्वान्तः पर्ययज्ञानयोर्द्वयोः।। ३७५।।
અર્થઃ– [સમ્યક્ત્વ વાસ્તવમાં સૂક્ષ્મ છે અને કેવળજ્ઞાનગોચર છે તથા અવધિ

અને મનઃપર્યય એ બન્ને ગોચર છે;] અને અધ્યાય ર ગાથા ૩૭૬ માં, તે મતિ અને શ્રુતજ્ઞાનગોચર નથી-એમ કહ્યું છે; અને અહીં તમે સમ્યગ્દર્શન શ્રુતજ્ઞાનગોચર છે એમ કહો છો તેનો શું ખુલાસો છે?

ઉત્તરઃ– સમ્યગ્દર્શન તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનગોચર નથી એમ જે ૩૭૬ મી ગાથામાં કહ્યું છે તેનો અર્થ એટલો છે કે-સમ્યગ્દર્શન તે-તે જ્ઞાનનો પ્રત્યક્ષ વિષય નથી એમ સમજવું; પણ તે-તે જ્ઞાનથી સમ્યગ્દર્શન કોઈ પ્રકારે જાણી ન જ શકાય એમ કહેવાનો હેતુ નથી. આ બાબતમાં પંચાધ્યાયી અ. ર ની ૩૭૧ અને ૩૭૩ ગાથા નીચે પ્રમાણે છેઃ-

इत्येवं ज्ञाततत्त्वासौ सम्यग्द्रष्टिर्निजात्मद्रक्।
वैषयिके सुखे
ज्ञाने रागद्वेषौ परित्यजेत्।। ३७१।।

અર્થઃ– એવી રીતે તત્ત્વોના જાણવાવાળા સ્વાત્મદર્શી સમ્યગ્દ્રષ્ટિ જીવ ઇન્દ્રિયજન્ય સુખ અને જ્ઞાનમાં રાગદ્વેષને છોડે છે.

अपराण्यपि लक्ष्माणि सन्ति सम्यग्द्रगात्मनः।
सम्यक्त्वेनाविनाभूतैर्यै (श्च) संलक्ष्यते सुद्रक्।। ३७३।।

અર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવનું બીજું લક્ષણ પણ છે કે-સમ્યક્ત્વનાં અવિનાભાવી લક્ષણો દ્વારા સમ્યગ્દ્રષ્ટિ જીવ લક્ષિત થાય છે.

તે લક્ષણ ગાથા ૩૭૪ માં કહે છેઃ-
उक्तमाक्ष्यं सुखं ज्ञानमनादेयं द्रगात्मनः।
नादेयं कर्म सर्व च (स्वं) तद्वद् द्रष्टिोपलब्धितः।। ३७४।।