Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 710

 

[૧૪]
(ર) તે સ્વાશ્રયે જ પ્રગટી શકે છે, અને પરાશ્રયે કદી પ્રગટી શકતું
નથી એવું અનેકાન્ત છે;
(૩) મોક્ષમાર્ગ પરમ નિરપેક્ષ છે અર્થાત્ તેને પરની અપેક્ષા નથી અને
તે ત્રણે કાળે પોતાની અપેક્ષાથી જ પ્રગટ થઈ શકે છે, આ
અનેકાન્ત છે.
(૪) તેથી તે પ્રગટ થવામાં આંશિક સ્વાશ્રયપણું અને આંશિક પરાશ્રયપણું
છે- (એટલે તેને નિમિત્ત, વ્યવહાર, ભેદ વગેરેનો આશ્રય છે) એમ
માનવું તે સાચું અનેકાન્ત નથી પણ મિથ્યા-અનેકાન્ત છે, એ
પ્રમાણે નિઃસંદેહ નિર્ણય કરવો તે જ અનેકાન્ત વિદ્યા છે.
(પ) નિશ્ચય મોક્ષમાર્ગ સ્વાશ્રયે પણ પ્રગટે અને પરાશ્રયે પણ પ્રગટે,
એમ માનવામાં આવે તો નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ (કે જે
પરસ્પર વિરુદ્ધતા લક્ષણ સહિત છે તે તેવું ન રહીને) એકમેક થઈ
જાય અને તેથી નિશ્ચય અને વ્યવહાર બન્નેનો નાશ થઈ જાય.
(૬) અ. ૧. સૂ. ૭ ૮માં નિશ્ચય સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરવાના અમુખ્ય-
(ગૌણ) ઉપાયોનું વર્ણન કર્યું છે. તેવા ઉપાયો અમુખ્ય અર્થાત્ ભેદ
અને નિમિત્તમાત્ર છે. જો તેમના આશ્રયથી અંશ માત્ર પણ નિશ્ચય
ધર્મ પ્રગટ થઈ શકે છે એમ માનવામાં આવે તો તે ઉપાયો
અમુખ્ય ન રહીને, મુખ્ય (નિશ્ચય) થઈ જાય એમ સમજવું,
અમુખ્ય એટલે ગૌણ અને ગૌણ (ઉપાય) ને હેય=છોડવાયોગ્ય
કહેલ છે (જુઓ, પ્રવચનસાર ગાથા પ૩ ની ટીકા.)

જે જીવે સ્વસન્મુખ થઈને નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ કર્યું હોય તેવા જીવને નિમિત્ત-જે અમુખ્ય ઉપાય છે તે કેવાં કેવાં હોય છે તે આ સૂત્રમાં બતાવ્યું છે. નિમિત્ત પરપદાર્થ છે તેને જીવ મેળવી શકે નહીં; લાવી શકે કે ગ્રહણ કરી શકે નહીં.

उपादान निश्चय जहाँ, तहँ निमित्त पर होय
(बनारसीदासजी)

વળી આ વિષયમાં મોક્ષમાર્ગ-પ્રકાશક પાનું ર૯૯ (આવૃત્તિ સાત) એમ કહ્યું છે કે “માટે જે જીવ પુરુષાર્થ કરીને મોક્ષનો ઉપાય કરે છે, તેને તો સર્વ કારણો મળે છે, અને તેને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે, એમ નક્કી કરવું.”

શ્રી પ્રવચનસાર ગા. ૧૬ની ટીકામાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ પણ કહે છે કે- “નિશ્ચયથી પર (દ્રવ્ય) સાથે આત્માને કારકતાનો સંબંધ નથી, કે જેથી શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિને માટે સામગ્રી (બાહ્ય સાધન) ગોતવાની વ્યગ્રતાથી જીવ (વ્યર્થ) પરતંત્ર થાય છે.”