૧૦૬] [મોક્ષશાસ્ત્ર
क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्।
किमपरमभिदध्मो धाम्नि सर्वंकषेऽस्मि–
न्ननुभवमुपयाते भाति न द्वैतमेव।। ९।।
અર્થઃ– આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે કે-આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્ય-ચમત્કારમાત્ર તેજઃપુંજ આત્મા, તેનો અનુભવ થતાં નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. આથી અધિક શું કહીએ? દ્વૈત જ પ્રતિભાસિત થતું નથી.
ભાવાર્થઃ– ×××××શુદ્ધ અનુભવ થતાં દ્વૈત જ ભાસતું નથી, એકાકાર ચિન્માત્ર જ દેખાય છે.
આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે ચોથા ગુણસ્થાને પણ આત્માને પોતાને પોતાના ભાવશ્રુત દ્વારા શુદ્ધ અનુભવ થાય છે. સમયસારજીમાં લગભગ દરેક ગાથામાં આ અનુભવ થાય છે એમ જણાવી અનુભવ કરવાનો ઉપદેશ કર્યો છે.
સમ્યક્ત્વ એ સૂક્ષ્મ પર્યાય છે એ ખરું, પણ સમ્યગ્જ્ઞાની પોતાને સુમતિ અને સુશ્રુતજ્ઞાન થયું છે એમ નક્કી કરી શકે છે અને તેથી તેનું (સમ્યગ્જ્ઞાનનું) અવિનાભાવી સમ્યગ્દર્શન પોતાને થયું છે એમ શ્રુતજ્ઞાનમાં નક્કી કરે છે. કેવળજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને પરમ અવધિજ્ઞાન સમ્યગ્દર્શનને પ્રત્યક્ષ જાણી શકે છે-એટલો જ માત્ર તફાવત છે.
મખ્ખનલાલજી કૃત પંચાધ્યાયીની ગાથા ૧૯૬-૧૯૭-૧૯૮ માં કહ્યું છે કે- “ જ્ઞાન શબ્દથી આત્મા સમજવો જોઈએ કેમકે આત્મા જ્ઞાનરૂપ સ્વયં છે; તે આત્મા જેના દ્વારા શુદ્ધ જાણવામાં આવે છે તેનું નામ જ્ઞાનચેતના છે. અર્થાત્ જે સમયે જ્ઞાનગુણ સમ્યક્ અવસ્થાને પ્રાપ્ત થાય છે- કેવળ શુદ્ધાત્માનો અનુભવ કરે તે સમયે તેને જ્ઞાનચેતના કહેવામાં આવે છે. જ્ઞાનચેતના નિશ્ચયથી સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે, મિથ્યાદ્રષ્ટિને કદી પણ હોઈશકે નહીં.”*
સમ્યક્મતિ અને સમ્યક્શ્રુતજ્ઞાન છે તે કથંચિત્ અનુભવગોચર હોવાથી પ્રત્યક્ષરૂપ _________________________________________________________________ * આ કથન પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટે છે તેને લાગુ પડે છે. ત્યાર પછી સાધકની અવસ્થા કેવી હોય છે તે પૃ. ૧૪૮માં જણાવ્યું છે ત્યાંથી વાંચી લેવું.