અ. ૧. પરિ. ૧] [૧૦૭ પણ કહેવાય છે; અને સંપૂર્ણ જ્ઞાન જે કેવળજ્ઞાન છે તે જોકે છદ્મસ્થને પ્રત્યક્ષ નથી તોપણ શુદ્ધનય આત્માના કેવળજ્ઞાનરૂપને પરોક્ષ જણાવે છે. એ રીતે સમ્યગ્દર્શનનું યથાર્થ જ્ઞાન સમ્યક્મતિ અને શ્રુતજ્ઞાન અનુસાર થઈ શકે છે.
(૨૦)
(૧) પ્રશ્નઃ– જ્ઞાનગુણ જ્યારે આત્માભિમુખી થઈ આત્મલીન થઈ જાય છે ત્યારે તે જ્ઞાનની વિશેષ અવસ્થાને સમ્યગ્દર્શન કહે છે- એ ખરું છે?
ઉત્તરઃ– ના, એ ખરું નથી. સમ્યગ્દર્શન તે દર્શન (શ્રદ્ધા) ગુણનો પર્યાય છે, તે જ્ઞાનનો વિશેષ પર્યાય નથી. જ્ઞાનની આત્માભિમુખ અવસ્થા વખતે સમ્યગ્દર્શન હોય છે- એટલું ખરું; પણ સમ્યગ્દર્શન તે જ્ઞાનનો પર્યાય નથી.
(ર) પ્રશ્નઃ– સુદેવ, સુગુરુ અને સુશાસ્ત્રની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે? ઉત્તરઃ– તે નિશ્ચયસમ્યગ્દર્શન નથી. વ્યવહારસમ્યગ્દર્શન છે, કેમકે ત્યાં રાગમિશ્રિત વિચાર (વિકલ્પ) સહિત શ્રદ્ધા છે; આવી શ્રદ્ધા (વ્યવહારસમ્યગ્દર્શન) થયા પછી જીવ જ્યારે પોતાના ત્રિકાળી અખંડ ચૈતન્યસ્વરૂપ તરફ વળે છે ત્યારે રાગવિકલ્પનો સંબંધ અંશે ટળતાં નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટે છે.
(૩) પ્રશ્નઃ– વ્યવહારસમ્યગ્દર્શન તે નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ છે? ઉત્તરઃ– ના, વ્યવહારસમ્યગ્દર્શન તે નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ નથી. વ્યવહાર સમ્યગ્દર્શન તો વિકાર છે, અને નિશ્ચયસમ્યગ્દર્શન તો શુદ્ધ પર્યાય છે. વિકાર તે અવિકારનું કારણ કેમ થઈ શકે? એટલે વ્યવહારસમ્યગ્દર્શન નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ થઈ શકે નહિ, પણ તેનો વ્યય (અભાવ) થઈ નિશ્ચયસમ્યગ્દર્શનનો ઉત્પાદ સુપાત્ર જીવોને પોતાના પુરુષાર્થથી થાય છે.
શાસ્ત્રમાં જ્યાં વ્યવહારસમ્યગ્દર્શનને નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ કહ્યું છે, ત્યાં વ્યવહારસમ્યગ્દર્શનને અભાવરૂપ કારણ કહ્યું છે-એમ સમજવું, કારણ બે પ્રકારનાં છે-(૧) નિશ્ચય, (ર) વ્યવહાર. નિશ્ચયકારણ તો અવસ્થારૂપે થનાર દ્રવ્ય પોતે છે અને વ્યવહારકારણ પૂર્વના પર્યાયનો વ્યય થાય છે તે છે.
(૪) પ્રશ્નઃ– શ્રદ્ધા, રુચિ અને પ્રતીતિ આદિ જેટલા ગુણ છે તે બધા સમ્યક્ત્વ