૧૦૮] [મોક્ષશાસ્ત્ર નથી અને જ્ઞાનના પર્યાય છે-એમ પંચાધ્યાયી અધ્યાય ર ગાથા ૩૮૬-૩૮૭ માં કહ્યું છે તેનું શું કારણ?
ઉત્તરઃ– આત્મા જ્યારે જીવાદિ સાત તત્ત્વોને વિચારે છે ત્યારે તેને જ્ઞાનમાં રાગથી ભેદ પડે છે તેથી એ જ્ઞાનના પર્યાય છે અને તે સમ્યક્ત્વ નથી એમ કહ્યું છે.
સાત તત્ત્વો અને નવ પદાર્થોનું નિર્વિકલ્પક જ્ઞાન તે નિશ્ચય સમ્યગ્દર્શન સહિતનું જ્ઞાન છે. (જુઓ, પંચાધ્યાયી અ. ર ગાથા ૧૮૬-૧૮૯)
શ્રી મખ્ખનલાલજી કૃત પંચાધ્યાયી પાનું-૧૧૦ ગાથા-૩૮૬ ના ભાવાર્થમાં કહ્યું છે કેઃ-
“પરંતુ વાસ્તવમેં જ્ઞાન ભી યહી હૈ કિ જૈસે કો તૈસા જાનના ઔર “સમ્યક્ત્વ ભી યહી હૈ કિ જૈસે કા તૈસા શ્રદ્ધાન કરના.”
આ ઉપરથી સમજવું કે રાગ મિશ્રિત શ્રદ્ધા તે જ્ઞાનનો પર્યાય છે. રાગ રહિત જે તત્ત્વાર્થશ્રદ્ધા છે તે સમ્યગ્દર્શન છે, તેને સમ્યક્ માન્યતા અથવા સમ્યક્ પ્રતીતિ પણ કહેવામાં આવે છે. ગાથા -૩૮૭ માં જ્ઞાનચેતના તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે એમ કહ્યું છે-તેનો અર્થ એવો છે કે, અનુભૂતિ પોતે સમ્યગ્દર્શન નથી પણ તે હોય ત્યારે સમ્યગ્દર્શન અવિનાભાવીરૂપ હોય છે તેથી તેને બાહ્ય લક્ષણ કહ્યું છે. (જુઓ, પંચાધ્યાયી અધ્યાય ર ગાથા ૪૦૧-૪૦ર-૪૦૩). સમ્યગ્દર્શન પ્રથમ પ્રગટ થતાં જ જ્ઞાન સમ્યક્ થઈ જાય છે; અને આત્માની અનુભૂતિ થાય છે-એટલે કે જ્ઞાન સ્વજ્ઞેયમાં સ્થિર થાય છે. પણ તે સ્થિરતા થોડો વખત ટકે છે. અને રાગ હોવાથી જ્ઞાન સ્વમાંથી છૂટીને પર તરફ જાય છે. , ત્યારે પણ સમ્યગ્દર્શન હોય છે અને જોકે જ્ઞાનનો ઉપયોગ પરને જાણવામાં રોકાયો છે તો પણ તે જ્ઞાન સમ્યગ્જ્ઞાન છે; તે વખતે અનુભૂતિ નથી તોપણ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે એમ જાણવું.
(પ) પ્રશ્નઃ– ‘સમ્યગ્દર્શનનું’ એક લક્ષણ જ્ઞાનચેતના છે’- એ બરાબર છે? ઉત્તરઃ– જ્ઞાનચેતના સાથે સમ્યગ્દર્શન અવિનાભાવી હોય જ છે તેથી તે વ્યવહાર અથવા બાહ્ય લક્ષણ છે.
(૬) પ્રશ્નઃ– અનુભૂતિનું નામ ચેતના છે-એ બરાબર છે? ઉત્તરઃ– જ્ઞાનની સ્થિરતા એટલે કે શુદ્ધોપયોગ (અનુભૂતિ) ને ઉપયોગરૂપ જ્ઞાનચેતના કહેવામાં આવે છે.
(૭) પ્રશ્નઃ– સમ્યગ્દર્શનનો અર્થ શુદ્ધાત્માવલોકન વા શુદ્ધાત્મોપલબ્ધિ યા શુદ્ધાત્માનુભૂતિ છે એ બરાબર છે?