Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 119 of 655
PDF/HTML Page 174 of 710

 

અ. ૧. પરિ. ૧] [૧૧૭ તેના બે પેટા વિભાગ-દર્શનમોહ અને ચારિત્રમોહ ગણવામાં આવ્યા છે.

ચાર ઘાતિયા કર્મોને ચાર ગુણોના ઘાતમાં નિમિત્ત કહ્યાં તેનું કારણ એ છે કે-મોહકર્મને અભેદઅપેક્ષાએ જ્યારે એક ગણ્યું ત્યારે શ્રદ્ધા અને ચારિત્ર ગુણને અભેદ અપેક્ષાએ શાંતિ (સુખ) ગણી ચાર ગુણોના ઘાતમાં ચાર ઘાતિયા કર્મોને નિમિત્તપણે કહ્યાં.

શંકાઃ– જો મિથ્યાત્વ અને કષાય એક જ હોય તો મિથ્યાત્વનો નાશ થતાં કષાયનો અભાવ પણ થવો જ જોઈએ, કે જે કષાયના અભાવને ચારિત્રની પ્રાપ્તિ કહે છે- પરંતુ તેમ તો થતું નથી અને સમ્યક્ત્વ પ્રાપ્ત હોવા છતાં ચોથા ગુણસ્થાને ચારિત્ર પ્રાપ્ત થતું નથી તેથી ચોથા ગુણસ્થાનને અવ્રતરૂપ કહેવાય છે. અણુવ્રત થતાં પાંચમું ગુણસ્થાન થાય છે, પૂર્ણ વ્રત થતાં ‘વ્રતી’ સંજ્ઞા થવા છતાં યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થતું નથી. એ પ્રકારે વિચારવાથી માલૂમ પડશે કે સમ્યક્ત્વ ક્ષાયિકરૂપ પૂર્ણ થવા છતાં પણ ચારિત્રની પ્રાપ્તિમાં અથવા પૂર્ણતામાં વિલંબ થાય છે, તેથી સમ્યક્ત્વ અને ચારિત્રમાં અથવા મિથ્યાત્વ અને કષાયોમાં એકતા તથા કારણ-કાર્યપણું કેમ ઠીક થઈ શકે?

સમાધાનઃ– મિથ્યાત્વ ન રહેવાથી જે કષાય રહે છે તે મિથ્યાત્વની સાથે રહેવાવાળા અતિ તીવ્ર અનંતાનુબંધી કષાયોની સમાન હોતો નથી, પણ અતિ મંદ થઇ જાય છે; તેથી તે કષાય ગમે તેવો બંધ કરે તો પણ દીર્ઘસંસારના કારણભૂત તે બંધ થતો નથી, અને તેથી જ્ઞાનચેતના પણ સમ્યગ્દર્શન થતાં જ શરૂ થઈ જાય છે-કે જે બંધના નાશનું કારણ છે; તેથી પ્રથમ મિથ્યાત્વ હોય ત્યારે જે ચેતના હોય છે તે કર્મચેતના અને કર્મફળચેતના હોય છે-કે જે પૂર્ણ બંધનું કારણ છે. આનો સારાંશ એ છે કે કષાય તો સમ્યગ્દ્રષ્ટિને પણ શેષ રહે છે પરંતુ મિથ્યાત્વનો નાશ થવાથી અતિમંદ થઈ જાય છે અને તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવ કેટલાક અંશે અબંધ રહે છે અને નિર્જરા કરે છે, તેથી મિથ્યાત્વ અને કષાયનો કેટલોક અવિનાભાવ જરૂર છે.

હવે શંકાની એ વાત રહી કે-મિથ્યાત્વના નાશની સાથે જ કષાયનો પૂર્ણ નાશ કેમ થતો નથી? તેનું સમાધાન એ છે કે-મિથ્યાત્વ અને કષાય સર્વથા એક ચીજ તો નથી; સામાન્ય સ્વભાવ બન્નેનો એક છે પરંતુ વિશેષ અપેક્ષાએ કાંઈક ભેદ પણ છે. વિશેષ-સામાન્યની અપેક્ષાએ ભેદ-અભેદ બન્નેને અહીં માનવા જોઈએ. એ ભાવ દેખાડવાને માટે જ શાસ્ત્રકારે સમ્યક્ત્વ અને આત્મશાંતિના ઘાતનું નિમિત્ત મૂળપ્રકૃતિ એક ‘મોહ’ રાખી છે અને ઉત્તરપ્રકૃતિમાં દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એ બે ભેદ કર્યા છે. (આ ખુલાસામાં પહેલી અને બીજી શંકાનું સમાધાન આવી ગયું.) જ્યારે ઉત્તરપ્રકૃતિમાં ભેદ છે ત્યારે તેના નાશનો પૂર્ણ અવિનાભાવ કેમ થઈ શકે? [ન થાય].