૧૨૮ ] [ મોક્ષશાસ્ત્ર છૂટી જાય અને સ્વરૂપનું અનુભવન થાય એટલે કે અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટે. આ રીતે જોકે સ્વરૂપમાં ઢળતાં પહેલાં નયપક્ષના વિચારો હોય છે ખરા, પરંતુ તે નયપક્ષના કોઈપણ વિચારો સ્વરૂપના અનુભવમાં મદદગાર નથી.
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનો સંબંધ કોની સાથે છે?
સમ્યગ્દર્શન નિર્વિકલ્પ સામાન્ય શ્રદ્ધાગુણનો શુદ્ધપર્યાય છે, તેને એકલા નિશ્ચયઅખંડ સ્વભાવ સાથે જ સંબંધ છે, અખંડ દ્રવ્ય જે ભંગ-ભેદ રહિત છે તે જ સમ્યગ્દર્શનને માન્ય છે; સમ્યગ્દર્શન પર્યાયને સ્વીકારતું નથી, પણ સમ્યગ્દર્શન સાથે રહેતું જ સમ્યગ્જ્ઞાન છે તેનો સંબંધ નિશ્ચય-વ્યવહાર બન્ને સાથે છે એટલે કે નિશ્ચય-અખંડ સ્વભાવને તથા વ્યવહારમાં પર્યાયના જે ભંગ-ભેદ પડે છે તે બધાને સમ્યગ્જ્ઞાન જાણી લે છે.
સમ્યગ્દર્શન એક નિર્મળ પર્યાય છે, પણ ‘હું એક નિર્મળ પર્યાય છું’-એમ સમ્યગ્દર્શન પોતે પોતાને જાણતું નથી. સમ્યગ્દર્શનનો અખંડ વિષય એક દ્રવ્ય જ છે. પર્યાય તે સમ્યગ્દર્શનનો વિષય નથી.
પ્રશ્નઃ– સમ્યગ્દર્શનનો વિષય અખંડ છે અને તે પર્યાયને સ્વીકારતું નથી તો પછી સમ્યગ્દર્શન વખતે પર્યાય ક્યાં ગઈ? સમ્યગ્દર્શન પોતે જ પર્યાય છે, શું પર્યાય દ્રવ્યથી જુદો પડી ગયો?
ઉત્તરઃ– સમ્યગ્દર્શનનો વિષય તો અખંડ દ્રવ્ય જ છે. સમ્યગ્દર્શનના વિષયમાં દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદ નથી, દ્રવ્ય-ગુણ-પર્યાયથી અભેદ વસ્તુ તે જ સમ્યગ્દર્શનને માન્ય છે. (અભેદ વસ્તુનું લક્ષ કરતાં જે નિર્મળ પર્યાય પ્રગટયો તે સામાન્ય વસ્તુ સાથે અભેદ થઈ જાય છે.) સમ્યગ્દર્શનરૂપ જે પર્યાય છે તેને પણ સમ્યગ્દર્શન સ્વીકારતું નથી, એક સમયમાં અભેદ પરિપૂર્ણ દ્રવ્ય તે જ સમ્યગ્દર્શનને માન્ય છે. એકલા આત્માને સમ્યગ્દર્શન પ્રતીતમાં લ્યે છે.. પરંતુ સમ્યગ્દર્શન સાથે પ્રગટતું સમ્યગ્જ્ઞાન સામાન્ય-વિશેષ સર્વને જાણે છે, સમ્યગ્જ્ઞાન છે તે પર્યાયને અને નિમિત્તને પણ જાણે છે. સમ્યગ્દર્શનને પણ જાણનારું તો સમ્યગ્જ્ઞાન જ છે.
ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક કે ક્ષાયિકભાવ એ કોઈ સમ્યગ્દર્શનનો વિષય નથી કેમકે તે બધા પર્યાય છે. સમ્યગ્દર્શનનો વિષય પરિપૂર્ણ દ્રવ્ય છે, પર્યાયને સમ્યગ્દર્શન સ્વીકારતું નથી, એકલી વસ્તુનું જ્યારે લક્ષ કર્યું ત્યારે શ્રદ્ધા સમ્યક્ થઈ.
ઉત્તરઃ– જ્ઞાનનો સ્વભાવ સામાન્ય-વિશેષ સર્વને જાણવાનો છે. જ્યારે જ્ઞાને