Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 136 of 655
PDF/HTML Page 191 of 710

 

અ. ૧. પરિ. ૩ ] [ ૧૩પ ગુરુ-શાસ્ત્રો જ નિમિત્તરૂપ હોય છે. જેને સ્ત્રી, પુત્ર, પૈસા વગેરેની એટલે કે સંસારનાં નિમિત્તો તરફની તીવ્ર રુચિ હશે તેને ધર્મનાં નિમિત્તો દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેની રુચિ નહિ થાય એટલે તેને શ્રુતજ્ઞાનનું અવલંબન ટકશે નહિ અને શ્રુતજ્ઞાનના અવલંબન વગર આત્માનો નિર્ણય થાય નહિ, કેમકે આત્માના નિર્ણયમાં સત્ નિમિત્તો જ હોય પરંતુ કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર એ કોઈ આત્માના નિર્ણયમાં નિમિત્તરૂપ થાય જ નહિ. જે કુદેવાદિને માને તેને આત્મનિર્ણય હોય જ નહિ.

બીજાની સેવા કરીએ તો ધર્મ થાય-એ માન્યતા તો જિજ્ઞાસુને હોય જ નહિ. પણ યથાર્થ ધર્મ કેમ થાય તે માટે પ્રથમ પૂર્ણ જ્ઞાની ભગવાન અને તેમનાં કહેલાં શાસ્ત્રોના અવલંબનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવાનો ઉદ્યમી થાય. ધર્મની કળા જ જગત સમજ્યું નથી. જો ધર્મની એક કળા પણ શીખે તો તેનો મોક્ષ થયા વગર રહે નહિ.

જિજ્ઞાસુ જીવ પહેલાં સુદેવાદિનો અને કુદેવાદિનો નિર્ણય કરીને કુદેવાદિને છોડે છે, અને સત્ દેવ-ગુરુની એવી લગની લાગી છે કે-સત્પુરુષો શું કહે છે તે સમજવાનું જ લક્ષ છે, એટલે અશુભથી તો હઠી જ ગયો છે. જો સાંસારિક રુચિથી પાછો નહિ હઠે તો શ્રુતના અવલંબનમાં ટકી શકશે નહિ.

ધર્મ કયાં છે અને કેમ થાય?

ઘણા જિજ્ઞાસુઓને આ જ પ્રશ્ન ઊઠે છે કે ધર્મ માટે પ્રથમ શું કરવું? શું ડુંગરા ઉપર ચડવું, કે સેવા-પૂજા કર્યા કરવી કે ગુરુની ભક્તિ કરીને તેમની કૃપા મેળવવી કે દાન કરવું? તો તેનો જવાબ એ છે કે એમાં ક્યાંય આત્માનો ધર્મ નથી. ધર્મ તો પોતાનો સ્વભાવ છે, ધર્મ પરાધીન નથી, કોઈના અવલંબને ધર્મ થતો નથી, ધર્મ કોઈનો આપ્યો અપાતો નથી; પણ પોતાની ઓળખાણથી જ ધર્મ થાય છે. જેને પોતાનો પૂર્ણાનંદ જોઈએ છે તેણે પૂર્ણ આનંદનું સ્વરૂપ શું છે, તે કોને પ્રગટયો છે તે નક્કી કરવું જોઈએ. જે આનંદ હું ઇચ્છું છું તે પૂર્ણ અબાધિત ઇચ્છું છું એટલે કોઈ આત્માઓ તેવી પૂર્ણાનંદ દશા પામ્યા છે અને તેઓને પૂર્ણાનંદ દશામાં જ્ઞાન પણ પૂર્ણ જ છે; કેમકે જો જ્ઞાન પૂર્ણ ન હોય તો રાગ-દ્વેષ રહે અને રાગ-દ્વેષ રહે તો દુઃખ રહે, જ્યાં દુઃખ હોય ત્યાં પૂર્ણાનંદ ન હોઈ શકે. માટે જેમને પૂર્ણાનંદ પ્રગટયો છે એવા સર્વજ્ઞ ભગવાન છે તેમનો અને તેઓ શું કહે છે તેનો જિજ્ઞાસુએ નિર્ણય કરવો જોઈએ. તેથી જ કહ્યું છે કે ‘પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબન વડે આત્માનો નિર્ણય કરવો..’ આમાં ઉપાદાન-નિમિત્તની સંધિ રહેલી છે. જ્ઞાની કોણ છે, સત્ વાત કોણ કહે છે-એ બધું નક્કી કરવા માટે નિવૃત્તિ લેવી જોઈએ. જો સ્ત્રી-કુટુંબ-