૧૪૨ ] [ મોક્ષશાસ્ત્ર
ધર્મને માટે પહેલાંમાં પહેલાં શ્રુતજ્ઞાનનું અવલંબન લઈ શ્રવણ-મનનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કરવો કે હું એક જ્ઞાનસ્વભાવ છું, જ્ઞાનસ્વભાવમાં જ્ઞાન સિવાય કાંઈ કરવા-મૂકવાનો સ્વભાવ નથી. આ પ્રમાણે સત્ સમજવામાં જે કાળ જાય છે તે પણ અનંતકાળે નહિ કરેલો એવો અપૂર્વ અભ્યાસ છે. જીવને સત્ તરફની રુચિ થાય એટલે વૈરાગ્ય જાગે અને આખા સંસાર તરફની રુચિ ઊડી જાય, ચોરાશીના અવતારનો ત્રાસ થઈ જાય કે ‘આ ત્રાસ શા? સ્વરૂપનું ભાન નહિ અને ક્ષણે ક્ષણે પરાશ્રયભાવમાં રાચવું-આ તે કાંઈ મનુષ્યના જીવન છે? તિર્યંચ વગેરેનાં દુઃખની તો વાત જ શી, પરંતુ આ મનુષ્યમાં પણ આવાં જીવન? અને મરણ ટાણે સ્વરૂપના ભાન વગર અસાધ્ય થઈને મરવું? -આ પ્રમાણે સંસારનો ત્રાસ થતાં સ્વરૂપ સમજવાની રુચિ થાય. વસ્તુ સમજવા માટે જે કાળ જાય તે પણ જ્ઞાનની ક્રિયા છે, સત્નો માર્ગ છે.
જિજ્ઞાસુઓએ પ્રથમ જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવો; હું એક જાણનાર છું, મારું સ્વરૂપ જ્ઞાન છે, તે જાણવાવાળું છે, પુણ્ય-પાપના ભાવ કે સ્વર્ગ-નરક આદિ કોઈ મારો સ્વભાવ નથી-એમ શ્રુતજ્ઞાન વડે આત્માનો પ્રથમ નિર્ણય કરવો તે જ પ્રથમ ઉપાય છે.
૧. સાચા શ્રુતજ્ઞાનના અવલંબન વિના અને ર-શ્રુતજ્ઞાનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કર્યા વિના આત્મા અનુભવમાં આવે નહિ. આમાં આત્માનો અનુભવ કરવો તે કાર્ય છે, આત્માનો નિર્ણય તે ઉપાદાનકારણ છે અને શ્રુતનું અવલંબન તે નિમિત્ત છે. શ્રુતના અવલંબનથી જ્ઞાનસ્વભાવનો જે નિર્ણય કર્યો તેનું ફળ તે નિર્ણય અનુસાર આચરણ અર્થાત્ અનુભવ કરવો તે છે. આત્માનો નિર્ણય તે કારણ અને આત્માનો અનુભવ તે કાર્ય-એ રીતે અહીં લીધું છે, એટલે જે નિર્ણય કરે તેને અનુભવ થાય જ એમ વાત કરી છે.
હવે, આત્માનો નિર્ણય કર્યા પછી તેનો પ્રગટ અનુભવ કઈ રીતે કરવો તે બતાવે છેઃ- નિર્ણય અનુસાર શ્રદ્ધાનું આચરણ તે અનુભવ છે. પ્રગટ અનુભવમાં શાંતિનું વેદન લાવવા માટે એટલે આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણોને છોડી દેવાં જોઈએ. પ્રથમ ‘હું જ્ઞાનાનંદસ્વરૂપી આત્મા છું.’ - એમ નિશ્ચય કર્યા પછી આત્માના આનંદનો પ્રગટ ભોગવટો કરવા (વેદન કરવા- અનુભવ કરવા) માટે, પર