Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 154 of 655
PDF/HTML Page 209 of 710

 

અ. ૧. પરિ. ૪ ] [ ૧પ૩ છે તેનો જ ત્યાગ કરો. એ પ્રમાણે સ્વ-પરના શ્રદ્ધાનમાં વા આત્મશ્રદ્ધાનમાં વા નવતત્ત્વના શ્રદ્ધાનમાં સાત તત્ત્વોના શ્રદ્ધાનની સાપેક્ષતા હોય છે, માટે તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યક્ત્વનું લક્ષણ છે.

(૩) પ્રશ્નઃ– ત્યારે કોઈ ઠેકાણે શાસ્ત્રોમાં અર્હંતદેવ, નિર્ગ્રંથગુરુ અને હિંસાદિ રહિત ધર્મના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે તે કેવી રીતે?

ઉત્તરઃ– અર્હતદેવાદિકનું શ્રદ્ધાન થવાથી વા કુદેવાદિકનું શ્રદ્ધાન દૂર થવાથી ગૃહીતમિથ્યાત્વનો અભાવ થાય છે. એ અપેક્ષાએ તેને સમ્યગ્દ્રષ્ટિ કહ્યો છે પણ સમ્યક્ત્વનું સર્વથા લક્ષણ એ નથી, કારણ કે-દ્રવ્યલિંગી મુનિ આદિ વ્યવહારધર્મના ધારક મિથ્યાદ્રષ્ટિઓને પણ એવું શ્રદ્ધાન હોય છે. અરહંતદેવાદિકનું શ્રદ્ધાન થતાં તો સમ્યક્ત્વ હોય વા ન હોય પરંતુ અરહંતાદિકના શ્રદ્ધાન થયા વિના તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ કદી પણ હોય નહિ; માટે અરહંતાદિકના શ્રદ્ધાનને અન્વયરૂપ કારણ જાણી કારણમાં કાર્યનો ઉપચાર કરી એ શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે, અને એટલા માટે જ તેનું નામ વ્યવહારસમ્યક્ત્વ છે. અથવા જેને તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તેને સાચા અરહંતાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન અવશ્ય હોય જ. તત્ત્વાર્થશ્રદ્ધાન વિના અરહંતાદિકનું શ્રદ્ધાન પક્ષથી કરે તોપણ યથાવત્ સ્વરૂપની ઓળખાણ સહિત શ્રદ્ધાન થાય નહિ, તથા જેને સાચા અરહંતાદિકના સ્વરૂપનું શ્રદ્ધાન હોય તેને તત્ત્વાર્થશ્રદ્ધાન અવશ્ય હોય જ, કારણ કે અરહંતાદિના સ્વરૂપને ઓળખતાં જીવ-અજીવ-આસ્રવાદિની ઓળખાણ થાય છે, એ પ્રમાણે તેને પરસ્પર અવિનાભાવી જાણી કોઈ ઠેકાણે અરહંતાદિના શ્રદ્ધાનને સમ્યક્ત્વ કહ્યું છે.

(૪) પ્રશ્નઃ– નરકાદિકના જીવોને દેવ-કુદેવાદિનો વ્યવહાર નથી છતાં તેમને સમ્યક્ત્વ તો હોય છે, માટે સમ્યક્ત્વ થતાં અરહંતાદિનું શ્રદ્ધાન હોય જ, એવો નિયમ સંભવતો નથી?

ઉત્તરઃ– સાત તત્ત્વોના શ્રદ્ધાનમાં અરહંતાદિનું શ્રદ્ધાન ગર્ભિત છે, કારણ કે- તત્ત્વશ્રદ્ધાનમાં મોક્ષતત્ત્વને તે સર્વોત્કૃષ્ટ માને છે, હવે મોક્ષતત્ત્વ તો અરહંત-સિદ્ધનું જ લક્ષણ છે અને જે લક્ષણને ઉત્કૃષ્ટ માટે છે તે તેના લક્ષ્યને પણ ઉત્કૃષ્ટ અવશ્ય માને જ; તેથી તેમને જ સર્વોત્કૃષ્ટ-માન્યા પણ અન્યને ન માન્યા એ જ તેને દેવનું શ્રદ્ધાન થયું. વળી મોક્ષનું કારણ સંવર-નિર્જરા છે તેથી તેને પણ તે ઉત્કૃષ્ટ માને છે અને સંવર-નિર્જરાના ધારક મુખ્યપણે મુનિરાજ છે તેથી તે મુનિરાજને ઉત્તમ માને છે પણ અન્યને ઉત્તમ માનતો નથી એ જ તેને ગુરુનું શ્રદ્ધાન થયું. બીજું રાગાદિરહિત ભાવનું નામ અહિંસા છે તેને તે ઉપાદ્રય માને છે પણ અન્યને માનતો નથી એ જ તેને ધર્મનું શ્રદ્ધાન થયું. એ પ્રમાણે તત્ત્વાર્થશ્રદ્ધાનમાં અરહંતદેવાદિકનું શ્રદ્ધાન પણ ગર્ભિત