૧૬૦ ] [ મોક્ષશાસ્ત્ર સર્વલોક, સર્વ જીવો અને સર્વ ભાવોને સમ્યક્ પ્રકારે યુગપદ્ જાણે છે, દેખે છે અને વિહાર કરે છે. ૮૨.
જ્ઞાન ધર્મના માહાત્મ્યનું નામ ભગ છે; તે જેમને હોય છે તે ભગવાન કહેવાય છે. ઉત્પન્ન થયેલ જ્ઞાન દ્વારા દેખવાનો જેમનો સ્વભાવ છે તેને ઉત્પન્નજ્ઞાનદર્શી કહે છે. સ્વયં ઉત્પન્ન થયેલ જ્ઞાન-દર્શન સ્વભાવવાળા ભગવાન સર્વ લોકને જાણે છે.
શંકાઃ– જ્ઞાનની ઉત્પત્તિ સ્વયં કેવી રીતે થઈ શકે છે? સમાધાનઃ– નહિ, કારણ કે કાર્ય અને કારણનું એકાધિકરણ હોવાથી એમાં કોઈ ભેદ નથી.
સૌધર્માદિક દેવ, અને ભવનવાસી અસુર કહેવાય છે. અહીં દેવાસુર વચન દેશામર્શક છે તેથી તેનાથી જ્યોતિષી, વ્યંતર અને તિર્યંચોનું પણ ગ્રહણ કરવું જોઈએ. દેવલોક અને અસુરલોક સાથે મનુષ્યલોકની આગતિને જાણે છે. અન્ય ગતિમાંથી આવવું તે આગતિ છે. ઈચ્છિત ગતિમાંથી અન્ય ગતિમાં જવું તે ગતિ છે. સૌધર્માદિક દેવોને પોતાની સંપત્તિનો વિરહ થવો તે ચયન છે. વિવક્ષિત ગતિમાંથી અન્ય ગતિમાં ઉત્પન્ન થવું તે ઉપપાદ છે. જીવોના વિગ્રહ સહિત અને વિગ્રહ વિના આગમન, ગમન, ચયન અને ઉપપાદને જાણે છે.
પુદ્ગલોના આગમન, ગમન, ચયન અને ઉપપાદ સંબંધી
તથા પુદ્ગલોના આગમન, ગમન, ચયન અને ઉપપાદને જાણે છે; પુદ્ગલોમાં વિવક્ષિત પર્યાયનો નાશ થવો તે ચયન છે. અન્ય પર્યાયરૂપ પરિણમવું તે ઉપપાદ છે.
ધર્મ, અધર્મ, કાળ અને આકાશના ચયન અને ઉપપાદ
ધર્મ, અધર્મ, કાળ અને આકાશના ચયન અને ઉપપાદને જાણે છે, કેમકે એમનું ગમન અને આગમન થતું નથી. જેમાં જીવાદિ પદાર્થો દેખવામાં આવે છે અર્થાત્ ઉપલબ્ધ થાય છે તેનું નામ લોક છે. અહીં ‘લોક’ શબ્દ વડે આકાશ લેવામાં આવ્યું છે. તેથી આધેયમાં આધારનો ઉપચાર કરવાથી ધર્માદિક પણ લોક સિદ્ધ થાય છે.
બંધાવાનું નામ બંધ છે. અથવા જેના દ્વારા કે જેમાં બંધાય છે તેનું નામ બંધ છે. તે બંધ ત્રણ પ્રકારનો છે-જીવબંધ, પુદ્ગલબંધ અને જીવ-પુદ્ગલબંધ. એક શરીરમાં