અ. ૧. પરિ. પ ] [ ૧૬૧
ત્રણ વગેરે પુદ્ગલોનો જે સમવાય સંબંધ થાય છે તે પુદ્ગલબંધ કહેવાય છે. તથા ઔદારિક વર્ગણાઓ, વૈક્રિયિક વર્ગણાઓ, આહારક વર્ગણાઓ, તૈજસ વર્ગણાઓ અને કાર્માણ વર્ગણાઓ એનો અને જીવોનો જે બંધ થાય છે તે જીવ-પુદ્ગલ બંધ કહેવાય છે. જે કર્મના કારણે અનંતાનંત જીવ એક શરીરમાં રહે છે તે કર્મનું નામ જીવબંધ છે. જે સ્નિગ્ધ અને રૂક્ષ વગેરે ગુણોને લીધે પુદ્ગલોનો બંધ થાય છે તેનું નામ પુદ્ગલ બંધ છે. જે મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ આદિના નિમિત્તે જીવ અને પુદ્ગલોનો બંધ થાય છે તે જીવ-પુદ્ગલ બંધ કહેવાય છે. આ બંધને પણ તે ભગવાન જાણે છે.
છૂટવાનું નામ મોક્ષ છે, અથવા જેના દ્વારા કે જેમાં મુક્ત થાય છે તે મોક્ષ કહેવાય છે. તે મોક્ષ ત્રણ પ્રકારનો છે-જીવમોક્ષ, પુદ્ગલમોક્ષ અને જીવ-પુદ્ગલમોક્ષ.
એ જ પ્રમાણે મોક્ષના કારણો પણ ત્રણ પ્રકારના કહેવા જોઈએ. બંધ, બંધનું કારણ, બંધ પ્રદેશ, બદ્ધ અને બધ્યમાન જીવ અને પુદ્ગલ; તથા મોક્ષ, મોક્ષનું કારણ, મોક્ષપ્રદેશ, મુક્ત અને મુચ્યમાન જીવ અને પુદ્ગલ; આ સર્વ ત્રિકાળવિષયક પદાર્થોને જાણે છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે.
ભોગ અને ઉપભોગરૂપ ઘોડા, હાથી, મણિ અને રત્ન, રૂપ, સંપદા, તથા તે સંપદાની પ્રાપ્તિના કારણનું નામ ઋદ્ધિ છે. ત્રણ લોકમાં રહેનારી સર્વ સંપદાઓ તથા દેવ, અસુર અને મનુષ્યભવની સંપ્રાપ્તિના કારણોને પણ જાણે છે; એ ઉક્ત કથનનું તાત્પર્ય છે. છ દ્રવ્યોનું વિવક્ષિત ભાવે અવસ્થાન અને અવસ્થાનના કારણનું નામ સ્થિતિ છે. દ્રવ્યસ્થિતિ, કર્મસ્થિતિ, કાયસ્થિતિ ભવસ્થિતિ, અને ભાવસ્થિતિ આદિ સ્થિતિને સકારણ જાણે છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવસહિત જીવાદિ દ્રવ્યોના સંમેલનનું નામ યુતિ છે. શંકાઃ– યુતિ અને બંધમાં શું તફાવત છે? સમાધાનઃ– એકીભાવનું નામ બંધ છે અને સમીપતા અથવા સંયોગનું નામ યુતિ છે.