૧૬૬ ] [ મોક્ષશાસ્ત્ર જેટલી પર્યાયો છે, તે બધી તાત્કાલિક (વર્તમાનકાલીન) પર્યાયોની જેમ, અત્યંત મિશ્રિત હોવા છતાં પણ, સર્વ પર્યાયોના વિશિષ્ટ લક્ષણ સ્પષ્ટ જણાય તેવી રીતે એક ક્ષણમાં જ જ્ઞાનમંદિરમાં સ્થિતિ પામે છે.”
આ ગાથાની સં. ટીકામાં શ્રી જયસેનાચાર્યે કહ્યું છે કે-“... જ્ઞાનમાં સમસ્ત દ્રવ્યોની ત્રણે કાળની પર્યાયો એકસાથે જણાવા છતાં પણ પ્રત્યેક પર્યાયનું વિશિષ્ટ સ્વરૂપ, પ્રદેશ, કાળ, આકારાદિ વિશેષતાઓ સ્પષ્ટ જણાય છે; સંકર–વ્યતિકર થતાં નથી...”
“તેમને (કેવળી ભગવાનને) સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું અક્રમિક ગ્રહણ હોવાથી પ્રત્યક્ષ સંવેદનના (પ્રત્યક્ષ જ્ઞાનના) આલંબનભૂન સમસ્ત (સર્વ) દ્રવ્ય–પર્યાયો પ્રત્યક્ષ જ છે.” (પ્રવચનસાર થાયા-૨૧ ની ટીકા)
“જે (પર્યાયો) હજી સુધી પણ ઉત્પન્ન થયેલ નથી, તથા જે ઉત્પન્ન થઈને નષ્ટ થઈ ગયેલ છે, તે (પર્યાયો) વાસ્તવમાં અવિદ્યમાન હોવા છતાં પણ જ્ઞાનને પ્રતિનિયત હોવાથી (જ્ઞાનમાં નિશ્ચિત્-ચોંટેલા-હોવાથી, જ્ઞાનમાં સીધા જણાતા હોવાથી) જ્ઞાનપ્રત્યક્ષ વર્તતા થકા, પથ્થરના થાંભલામાં કોતરાયેલા ભૂત અને ભાવી દેવોની (તીર્થંકરદેવોની) જેમ પોતાનું સ્વરૂપ અકંપપણે (જ્ઞાનને) અર્પણ કરતી થકી (તે પર્યાયો) વિદ્યમાન જ છે.” (પ્રવચનસાર ગાથા-૩૮ ની ટીકા)
(પ) ટીકાઃ– “ક્ષાયિકજ્ઞાન વાસ્તવમાં એક સમયમાં જ સર્વતઃ (સર્વ આત્મપ્રદેશોથી) વર્તમાનમાં વર્તતા તથા ભૂત-ભવિષ્ય કાળમાં વર્તતા તે સર્વ પદાર્થોને જાણે છે જેમાં પૃથક્પણે વર્તતા સ્વલક્ષણરૂપ લક્ષ્મીથી આલોકિત અનેક પ્રકારોને કારણે વિચિત્રતા પ્રગટ થઈ છે અને જેમનામાં પરસ્પર વિરોધથી ઉત્પન્ન થવાવાળી અસમાનજાતીયતાને કારણે વિષમતા પ્રગટ થઈ છે... તેને જાણે છે. જેનો ફેલાવ અનિવાર છે, એવું પ્રકાશમાન હોવાથી ક્ષાયિકજ્ઞાન, અવશ્યમેવ, સર્વદા, સર્વત્ર, સર્વથા, સર્વને (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે) જાણે છે.” (પ્રવચનસાર ગાથા-૪૭ ની ટીકા)
(૬) “જે એક જ સાથે (-યુગપદ) ત્રૈકાલિક ત્રિભુવનસ્થ (ત્રણે કાળ અને ત્રણે લોકના) પદાર્થોને જાણતું નથી તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું શક્ય નથી.” (પ્રવચનસાર ગાથા-૪૮)
(૭) “એક જ્ઞાયકભાવનો સમસ્ત જ્ઞેયોને જાણવાનો સ્વભાવ હોવાથી ક્રમેક્રમે પ્રવર્તતા, અનંત, ભૂત-વર્તમાન-ભાવી વિચિત્ર પર્યાયસમૂહવાળા અગાધ સ્વભાવવાળા અને ગંભીર સમસ્ત દ્રવ્યમાત્રને-જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયા હોય, ચિતરાઈ