અ. ૧. પરિ. પ ] [ ૧૬પ નિર્જરા છે. જીવો અને કર્મ-પુદ્ગલોના સમવાયનું નામ બંધ છે. જીવ અને કર્મનું સંપૂર્ણ વિશ્લેષ થવો તે મોક્ષ છે. આ બધા ભાવોને કેવળી જાણે છે.
સમં અર્થાત્ અક્રમે (યુગપદ). અહીં જે ‘સમં’ પદનું ગ્રહણ કર્યું છે તે કેવળજ્ઞાન અતીન્દ્રિય છે અને વ્યવધાન આદિથી રહિત છે એ વાત સૂચિત કરે છે; કેમકે નહિ તો સર્વ પદાર્થોનું યુગપદ ગ્રહણ કરવાનું બની શકે નહિ; સંશય, વિપર્યય અને અનધ્યવસાયનો અભાવ હોવાથી અથવા ત્રિકાળગોચર સર્વ દ્રવ્યો અને તેમની પર્યાયોનું ગ્રહણ હોવાથી કેવળી ભગવાન સમ્યક્ પ્રકારે જાણે છે. કેવળી દ્વારા સર્વ બાહ્યપદાર્થોનું ગ્રહણ થવા છતાં પણ તેમનું સર્વજ્ઞ હોવું સંભવ નથી, કેમકે તેમને સ્વરૂપ પરિચ્છિતિ અર્થાત્ સ્વસંવેદનનો અભાવ છે એવી આશંકા થતા સૂત્રમાં ‘पश्यति’ દેખે છે કહ્યું છે અર્થાત્ તેઓ ત્રિકાળગોચર અનંત પર્યાયો સહિત આત્માને પણ દેખે છે.
કેવળજ્ઞાનની ઉત્પત્તિ થયા પછી સર્વ કર્મોનો ક્ષય થઈ જવાથી શરીરરહિત થયેલ કેવળી ઉપદેશ આપી શકતા નથી, તેથી તીર્થનો અભાવ પ્રાપ્ત થાય છે; એમ કહેવાથી સૂત્રમાં ‘विहरदि’ કહ્યું છે અર્થાત્ ચાર અઘાતિ કર્મોની સત્તા રહેવાથી તેઓ કાંઈક કમ એક કરોડ પૂર્વ સુધી વિહાર કરે છે. આવું કેવળજ્ઞાન હોય છે. ૮૩.
સમાધાનઃ– અહીં કેવળજ્ઞાન દ્વારા કેવળજ્ઞાનીનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
આવા કેવળી હોય છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે.
(ર) શ્રી કુન્દકુન્દાચાર્યકૃત પ્રવચનસાર ગાથા ૩૭ માં કહ્યું છે-
तक्कालिगेव सव्वे सदसब्भूदा हि पज्जयां तासिं । वट्टते ते णाणे विसेसदो दव्वजादीणं।। ३७।।
અર્થઃ– “તે (જીવાદિ) દ્રવ્ય જાતિઓની સમસ્ત વિદ્યમાન અને અવિદ્યમાન પર્યાયો તાત્કાળિક (વર્તમાન) પર્યાયોની જેમ વિશિષ્ટતાપૂર્વક (પોતપોતાના ભિન્ન ભિન્ન સ્વરૂપે) જ્ઞાનમાં વર્તે છે.”
આ શ્લોકની શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ટીકામાં કહ્યું છે કે- ટીકાઃ– “(જીવાદિ) સમસ્ત દ્રવ્ય જાતિઓની પર્યાયોની ઉત્પત્તિની મર્યાદા ત્રણે કાળની મર્યાદા જેટલી હોવાથી (તેઓ ત્રણે કાળે ઉત્પન્ન થયા કરે છે તેથી) તેમની (-તે સમસ્ત દ્રવ્ય જાતિઓની) ક્રમપૂર્વક તપતી સ્વરૂપસંપદાવાળી, (એક પછી બીજી પ્રગટ થનાર), વિદ્યમાનતા અને અવિદ્યમાનતાને પ્રાપ્ત જે