૧૬૪ ] [ મોક્ષશાસ્ત્ર શેષ અસંખ્યાત પ્રકારનાં છે. કેવળી ભગવાન સમસ્ત લોકમાં સ્થિત આ સર્વ જીવોને જાણે છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે.
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષના ભેદથી પદાર્થ નવ પ્રકારના છે. તેમાંથી જીવોનું કથન કરી દીધું છે. અજીવ બે પ્રકારનાં છે- મૂર્ત અને અમૂર્ત. તેમાંથી મૂર્ત પુદ્ગલ ઓગણીસ પ્રકારનાં છે. જેમ કે, એકપ્રદેશી વર્ગણા, સંખ્યાતપ્રદેશી વર્ગણા, અસંખ્યાત પ્રદેશી વર્ગણા, અનંત પ્રદેશી વર્ગણા, આહાર વર્ગણા, અગ્રહણ વર્ગણા, તૈજસ શરીર વર્ગણા, અગ્રહણ વર્ગણા, ભાષા વર્ગણા, અગ્રહણ વર્ગણા, મનો વર્ગણા, અગ્રહણ વર્ગણા, કાર્મણશરીર વર્ગણા, સ્કન્ધવર્ગણા, સાન્તર નિરન્તર વર્ગણા, ધ્રુવશૂન્ય વર્ગણા, પ્રત્યેક શરીર વર્ગણા, ધ્રુવશૂન્ય વર્ગણા, બાદરનિગોદ વર્ગણા, ધ્રુવશૂન્ય વર્ગણા, સૂક્ષ્મ નિગોદ વર્ગણા, ધ્રુવશૂન્ય વર્ગણા અને મહાસ્કન્ધ વર્ગણા. આ તેવીસ વર્ગણાઓમાંથી ચાર ધ્રુવશૂન્ય વર્ગણાઓ કાઢી નાખતાં ઓગણીસ પ્રકારના પુદ્ગલ હોય છે અને તે પ્રત્યેક અનંત ભેદો સહિત છે. અમૂર્ત ચાર પ્રકારના છે-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ. કાળ ઘનલોક પ્રમાણ છે બાકીના એક એક છે. આકાશ અનંત પ્રદેશી છે, કાળ અપ્રદેશી છે અને બાકીના અસંખ્યાત પ્રદેશી છે.
સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ બધાને કેવળી જાણે છે
શુભ પ્રકૃતિઓનું નામ પુણ્ય છે અને અશુભ પ્રકૃતિઓનું નામ પાપ છે. અહીં ઘાતીચતુષ્ક પાપરૂપ છે. અઘાતિચતુષ્ક મિશ્રરૂપ છે, કેમકે એમાં શુભ અને અશુભ બન્ને પ્રકૃતિઓ સંભવે છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ એ આસ્રવ છે. એમાંથી મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે. અસંયમ બેતાળીસ પ્રકારનો છે. કહ્યું પણ છે- પાંચ રસ, પાંચ વર્ણ, બે ગંધ, આઠ સ્પર્શ, સાત સ્વર, મન અને ચૌદ પ્રકારના જીવ; એમની અપેક્ષાએ અવિરમણ અર્થાત્ ઇન્દ્રિય અને પ્રાણીરૂપ અસંયમ બેંતાળીસ પ્રકારનો છે. ૩૩.
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ; પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લોભ; અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા અને લોભ; સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભ; હાસ્ય રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, તથા સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદના ભેદથી કષાય પચીસ પ્રકારનો છે. યોગ પંદર પ્રકારનો છે. આસ્રવના પ્રતિપક્ષનું નામ સંવર છે. અગ્યાર ભેદરૂપ ગુણશ્રેણિ દ્વારા કર્મોનું ગળવું તે