અ. ૧. પરિ. પ ] [ ૧૬૩ છે. જે કાંઈ ત્રણે કાળે અન્ય દ્વારા નિષ્પન્ન થાય છે તેનું નામ કૃત છે. પાંચે ઇન્દ્રિયો દ્વારા ત્રણે કાળમાં જે સેવવામાં આવે છે તેનું નામ પ્રતિસેવિત છે. આદ્યકર્મનું નામ આદિકર્મ છે. અર્થપર્યાય અને વ્યંજનપર્યાયરૂપે સર્વ દ્રવ્યોના આદિને જાણે છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે.
રહસ્ શબ્દનો અર્થ અંર્ત અને અરહસ્ શબ્દનો અર્થ અનંતર છે. અરહસ્ એવું જે કર્મ તે અરહઃકર્મ કહેવાય છે. તેમને જાણે છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયના વિષયરૂપે સર્વ દ્રવ્યોના અનાદિપણાને જાણે છે, એ ઉક્ત કથનનું તાત્પર્ય છે. આખાય લોકમાં સર્વ જીવો અને સર્વ ભાવોને જાણે છે.
શંકાઃ– અહીં ‘સર્વ જીવ’ પદ ગ્રહણ ન કરવું જોઈએ, કેમકે બદ્ધ અને મુક્ત પદથી તેના અર્થનું જ્ઞાન થઈ જાય છે.
સમાધાનઃ– ના, કેમકે એક સંખ્યા વિશિષ્ટ બદ્ધ અને મુક્તનું ગ્રહણ ત્યાં ન થાય તેથી તેનો પ્રતિષેધ કરવા માટે ‘સર્વ જીવ’ પદને નિર્દેશ કર્યો છે.
જીવ બે પ્રકારના છે–સંસારી અને મુક્ત. એમાં મુક્ત જીવ અનંત પ્રકારના છે, કેમકે સિદ્ધલોકના આદિ અને અંત પ્રાપ્ત થતા નથી.
શંકાઃ– સિદ્ધ લોકના આદિ અને અંતનો અભાવ કેવી રીતે છે? સમાધાનઃ– કેમકે તેમનો પ્રવાહ સ્વરૂપે ધારાવાહી છે તથા ‘સર્વ સિદ્ધ જીવ સિદ્ધિની અપેક્ષાએ સાદિ છે અને સંતાનની અપેક્ષાએ અનાદિ છે’ એવું સૂત્ર વચન પણ છે.
સંસારી જીવ બે પ્રકારનાં છે-ત્રસ અને સ્થાવર. ત્રસ જીવ ચાર પ્રકારના છે- દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. પંચેન્દ્રિય જીવ બે પ્રકારના છે-સંજ્ઞી અને અસંજ્ઞી. આ બધા જીવો ત્રસપર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી બે પ્રકારનાં છે. અપર્યાપ્ત જીવ લબ્ધ્યપર્યાપ્ત અને નિર્વૃત્ત્યપર્યાપ્તના ભેદથી બે પ્રકારનાં છે. સ્થાવર જીવ પાંચ પ્રકારના છે-પૃથ્વીકાયિક, જળકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક. આ પાંચેય સ્થાવરકાયિક જીવોમાં પ્રત્યેક બે પ્રકારના છે-બાદર અને સૂક્ષ્મ. એમાં બાદર વનસ્પતિકાયિક જીવ બે પ્રકારના છે-પ્રત્યેક શરીર અને સાધારણ શરીર. અહીં પ્રત્યેક શરીર જીવ બે પ્રકારનાં છે-બાદર નિગોદ પ્રતિષ્ઠિત અને બાદર નિગોદ અપ્રતિષ્ઠિત. આ બધા સ્થાવરકાયિક જીવ પણ પ્રત્યેક બે પ્રકારના છે-પર્યાપ્ત અને અપર્યાપ્ત. અપર્યાપ્ત બે પ્રકારના છે-લબ્ધ્યપર્યાપ્ત અને નિર્વૃત્ત્યપર્યાપ્ત. એમાંથી વનસ્પતિકાયિક અનંત પ્રકારના અને