અ. ૧. પરિ. પ ] [ ૧૬૯ વસ્તુમાં સત્પણું, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, ચેતનપણું, અચેતનપણું, મૂર્તિકપણું અમૂર્તિકપણું ઇત્યાદિ ધર્મ તો ગુણ છે અને તે ગુણોનું ત્રણે કાળે સમય સમયવર્તિ પરિણમન થવું તે પર્યાય છે, તે અનંત છે. તથા એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું આદિ અનેક ધર્મ છે તે સામાન્યરૂપે તો વચનગોચર છે અને વિશેષરૂપે વચનના અવિષય છે. એવા તે અનંત છે તે જ્ઞાનગમ્ય છે (-અર્થાત્ કેવળજ્ઞાનના વિષય છે.)
(૧૨) પરમાત્મપ્રકાશ શાસ્ત્ર ગા. પરની સં. ટીકામાં (પાનું નં. પપ) કહ્યું છે કે-“આ આત્મા વ્યવહારનયથી કેવળજ્ઞાન દ્વારા લોકાલોકને જાણે છે અને શરીરમાં રહેવા છતાં પણ નિશ્ચયનયથી પોતાના આત્મસ્વરૂપને જાણે છે, એ કારણે જ્ઞાનની અપેક્ષાએ તો વ્યવહારનયથી સર્વગત છે, પ્રદેશોની અપેક્ષાએ નહિ, જેવી રીતે રૂપવાન પદાર્થોને નેત્ર દેખે છે, પરંતુ તેનાંથી તન્મય થતાં નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો વ્યવહારનયથી લોકાલોકને જાણે છે અને નિશ્ચયનયથી નહિ તો સર્વજ્ઞપણું વ્યવહારનયથી થયું નિશ્ચયનયથી ન થયું? તેનું સમાધાન કરે છે-જેવી રીતે પોતાના આત્માને તન્મય થઈને જાણે છે, તેવી જ રીતે પરદ્રવ્યને તન્મયપણે જાણતો નથી, ભિન્ન સ્વરૂપે જાણે છે, તે કારણે વ્યવહારનયથી કહ્યું, [न च परिज्ञानाभावात्] કાંઈ પરિજ્ઞાનના અભાવથી કહ્યું નથી. (જ્ઞાનથી જાણપણું તો નિજ અને પરનું સમાન છે). જેવી રીતે નિજને તન્મય થઈને નિશ્ચયથી જાણે છે, તેવી જ રીતે જો પરને પણ તન્મય થઈને જાણે તો પરના સુખ, દુઃખ, રાગ, દ્વેષનું જ્ઞાન થતાં સુખી, દુઃખી, રાગી, દ્વેષી થાય એ મોટું દૂષણ પ્રાપ્ત થાય.”
(૧૩) આ રીતે સમયસારજી પાનું ૪૬૬-૬૭, ગાથા ૩પ૬ થી ૩૬પ ની સં. ટીકામાં શ્રી જયસેનાચાર્યે પણ કહ્યું છે “... यदि व्यवहारेण परद्रव्यं जानाति तर्हि निश्चयेन सर्वज्ञो न भवतीति पूर्वपक्षे परिहारमाह यथा स्वकीय सुखादिकं तन्मयो भूत्वा जानाति तथा बहिर्द्रव्यं न जानाति तेन कारणेन व्यवहारः। यदि पुनः परकीय सुखादिकमात्मसुखादिवत्तन्मयो भूत्वा जानाति तर्हि यथा स्वकीय सवेदने सुखी भवति तथा परकीय सुख–दुःख संवेदनकाले सुखी दुःखी च प्राप्नोति न च तथा। व्यवहारस्तथापि छद्मस्थ जनापेक्षया सोऽपि निश्चय एवेति”।