Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 172 of 655
PDF/HTML Page 227 of 710

 

૧૭૨ ] [ મોક્ષશાસ્ત્ર ચતુષ્ટયની સાથે રહેલી પરમ ઉત્કૃષ્ટ ક્ષાયિકભાવની શુદ્ધ પરિણતિ તે કાર્યશુદ્ધપર્યાય છે તેને ક્ષાયિકભાવ પણ કહેવાય છે.

૩. ક્ષાયોપશમિકભાવ– આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને કર્મનો સ્વયં અંશે ક્ષય અને સ્વયં અંશે ઉપશમ તે કર્મનો ક્ષયોપશમ છે, અને ક્ષાયોપશમિકભાવ તે આત્માનો પર્યાય છે. આ પણ આત્માની એક સમય પૂરતી અવસ્થા છે, તેની લાયકાત પ્રમાણેના ઉત્કૃષ્ટ કાળ સુધી પણ તે રહે છે પરંતુ સમયે સમયે બદલીને રહે છે.

૪. ઔદયિકભાવ– કર્મોદયના નિમિત્તે આત્મામાં જે વિકારભાવ આત્મા કરે છે તે ઔદયિકભાવ છે. આ પણ આત્માની એક સમય પૂરતી અવસ્થા છે.

પ. પારિણામિકભાવ– ‘પારિણામિક’ એટલે સહજ સ્વભાવ; ઉત્પાદ-વ્યય વગરનો ધ્રુવ એકરૂપ કાયમ રહેનાર ભાવ તે પારિણામિકભાવ છે. પારિણામિકભાવ બધા જીવોને સામાન્ય હોય છે. ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક એ ચાર ભાવો રહિતનો જે ભાવ તે પારિણામિકભાવ છે. ‘પારિણામિક’ કહેતાં જ ‘પરિણમે છે’ એવો ધ્વનિ આવે છે. પરિણમે છે એટલે કે દ્રવ્ય-ગુણનું નિત્ય વર્તમાનરૂપ નિરપેક્ષપણું છે, આવી દ્રવ્યની પૂર્ણતા છે. દ્રવ્ય-ગુણ અને નિરપેક્ષપર્યાયરૂપ વસ્તુની જે પૂર્ણતા છે તેને પારિણામિકભાવ કહે છે.

૬. જેનો નિરંતર સદ્ભાવ રહે તેને પારિણામિકભાવ કહે છે, સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્યભાવ તે જ જીવનો પારિણામિકભાવ છે. મતિજ્ઞાનાદિ તથા કેવળજ્ઞાનાદિ જે અવસ્થાઓ છે તે પારિણામિકભાવ નથી.

મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન એ અવસ્થાઓ ક્ષાયોપશમિકભાવ છે, કેવળજ્ઞાન અવસ્થા ક્ષાયિકભાવ છે. કેવળજ્ઞાન પ્રગટ થયા પહેલાં જ્ઞાનના ઉઘાડનો જેટલો અભાવ છે તે ઔદયિકભાવ છે. જ્ઞાન, દર્શન અને વીર્યગુણની અવસ્થામાં ઔપશમિકભાવ હોતો જ નથી. મોહનો જ ઉપશમ થાય છે, તેમાં પ્રથમ મિથ્યાત્વનો-(દર્શનમોહનો) ઉપશમ થતાં જે સમ્યક્ત્વ પ્રગટે છે તે શ્રદ્ધાગુણનો ઔપશમિકભાવ છે.

(ર) આ પાંચ ભાવો શું બતાવે છે?

આ પાંચ ભાવો નીચેની બાબતો સિદ્ધ કરે છેઃ- ૧. જીવનો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્યસ્વભાવ છે એમ પારિણામિકભાવ સાબિત

કરે છે.