Moksha Shastra (Gujarati). Sutra: 2-3 (Chapter 2).

< Previous Page   Next Page >


Page 180 of 655
PDF/HTML Page 235 of 710

 

૧૮૦ ] [ મોક્ષશાસ્ત્ર આખું જીવદ્રવ્ય છે, તેથી તે બન્ને પડખાં પ્રમાણનો વિષય છે.

આ બન્ને પડખાંનું નય અને પ્રમાણ દ્વારા યથાર્થ જ્ઞાન કરીને જે જીવ પોતાના વર્તમાન પર્યાયને ત્રિકાળી પારિણામિકભાવ તરફ વાળે છે તેને સમ્યગ્દર્શન થાય છે, અને તે ક્રમે ક્રમે આગળ વધીને મોક્ષદશારૂપ ક્ષાયિકભાવ પ્રગટ કરે છે. ।। ।।

ભાવોના ભેદો

द्विनवाष्टादशैकविंशतित्रिभेदाः यथाक्रमम्।। २।।

અર્થઃ– ઉપર કહેલા પાંચ ભાવો [यथाक्रमम्] અનુક્રમથી [द्वि नव अष्टादश

एकविंशति त्रिभेदाः] બે, નવ, અઢાર, એકવીશ અને ત્રણ ભેદવાળા છે.

તે ભેદોનું વર્ણન આગળના સૂત્રો દ્વારા કરે છે. ।। ।।
ઔપશમિકભાવના બે ભેદો
सम्यक्त्वचारित्रे ।। ३।।
અર્થઃ–[सम्यक्त्व] ઔપશમિક સમ્યક્ત્વ અને [चारित्रे] ઔપશમિક ચારિત્ર

એમ ઔપશમિકભાવના બે ભેદો છે.

ટીકા

ઔપશમિક સમ્યક્ત્વ– જીવને પોતાના સત્ય પુરુષાર્થથી જ્યારે ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટે છે ત્યારે જડ કર્મો સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એવો હોય છે કે મિથ્યાત્વ કર્મનો અને અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ કર્મનો સ્વયં ઉપશમ થાય છે. અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવોને તથા કોઈ સાદિમિથ્યાદ્રષ્ટિને મિથ્યાત્વની એક અને અનંતાનુબંધીની ચાર એમ કુલ પાંચ પ્રકૃતિ ઉપશમરૂપ થાય છે અને બાકીના સાદિમિથ્યાદ્રષ્ટિને મિથ્યાત્વ, સમ્યગ્મિથ્યાત્વ અને સમ્યક્ત્વ પ્રકૃતિ એ ત્રણ તથા અનંતાનુબંધીની ચાર એમ કુલ સાત પ્રકૃતિનો ઉપશમ થાય છે. જીવના આ ભાવને ઔપશમિક સમ્યક્ત્વ કહેવાય છે.

ઔપશમિક ચારિત્ર– જીવ જે ચારિત્રભાવ વડે ઉપશમશ્રેણીને લાયક ભાવ પ્રગટ કરે તેને ઔપશમિક ચારિત્ર કહે છે; તે વખતે મોહનીય કર્મની અપ્રત્યાખ્યાનાવરણાદિ ૨૧ પ્રકૃતિઓનો સ્વયં ઉપશમ થાય છે.

પ્રશ્નઃ– જડ કર્મપ્રકૃતિનું નામ ‘સમ્યક્ત્વ’ કેમ છે?