Moksha Shastra (Gujarati). Sutra: 4 (Chapter 2).

< Previous Page   Next Page >


Page 181 of 655
PDF/HTML Page 236 of 710

 

અ. ૨. સૂત્ર ૪ ] [ ૧૮૧

ઉત્તરઃ– સમ્યગ્દર્શનની સાથે-સહચરિત ઉદય હોવાના કારણે ઉપચારથી કર્મપ્રકૃતિને ‘સમ્યક્ત્વ’ નામ આપવામાં આવે છે. ।। ।।

(શ્રી ધવલા પુસ્તક ૬ પાનું-૩૯)
ક્ષાયિકભાવના નવ ભેદો

ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च।। ४।।

અર્થઃ– [ज्ञान दर्शन दान लाभ भोग उपभोग वीर्याणि] કેવળજ્ઞાન, કેવળદર્શન,

ક્ષાયિકદાન, ક્ષાયિકલાભ, ક્ષાયિકભોગ, ક્ષાયિકઉપભોગ, ક્ષાયિકવીર્ય તથા [च] ‘च’ કહેતાં ક્ષાયિકસમ્યક્ત્વ અને ક્ષાયિકચારિત્ર-એમ ક્ષાયિકભાવના નવ ભેદ છે.

ટીકા

જીવ જ્યારે આ ભાવ પ્રગટ કરે છે ત્યારે દ્રવ્યકર્મો સ્વયં-પોતાની મેળે આત્મપ્રદેશેથી અત્યંત વિયોગપણે છૂટા પડે છે અર્થાત્ કર્મો ક્ષય પામે છે તેથી આ ભાવને ‘ક્ષાયિકભાવ’ કહેવામાં આવે છે.

કેવળજ્ઞાનઃ– સંપૂર્ણ જ્ઞાનનું પ્રગટવું તે કેવળજ્ઞાન છે, ત્યારે જ્ઞાનાવરણીય કર્મની અવસ્થા ક્ષયપણે સ્વયં હોય છે.

કેવળદર્શનઃ– સંપૂર્ણ દર્શનનું પ્રગટવું તે કેવળદર્શન છે, ત્યારે દર્શનાવરણી કર્મનો ઉપર પ્રમાણે ક્ષય હોય છે.

ક્ષાયિકદાનાદિ પાંચ ભાવોઃ– સંપૂર્ણપણે પોતાના ગુણનું પોતાને માટે દાનાદિ પાંચ ભાવોરૂપે પ્રગટવું થાય છે, ત્યારે દાનાંતરાય વગેરે પાંચ પ્રકારનાં અંતરાય કર્મનો ઉપર પ્રમાણે ક્ષય હોય છે.

ક્ષાયિકસમ્યક્ત્વઃ– પોતાના અસલી સ્વરૂપની પાકી પ્રતીતિરૂપ પર્યાય તે ક્ષાયિક સમ્યક્ત્વ છે, તે પ્રગટે ત્યારે મિથ્યાત્વની ત્રણ અને અનંતાનુબંધીની ચાર એમ કુલ સાત કર્મપ્રકૃતિઓનો ઉપર પ્રમાણે ક્ષય હોય છે.

ક્ષાયિકચારિત્રઃ– પોતાના સ્વરૂપનું પૂર્ણ ચારિત્ર પ્રગટવું તે ક્ષાયિકચારિત્ર છે, ત્યારે મોહનીય કર્મની બાકીની ૨૧ પ્રકૃતિઓનો ક્ષય હોય છે. આ પ્રમાણે કર્મનો સ્વયં ક્ષય થાય ત્યારે ‘જીવે કર્મનો ક્ષય કર્યો’ એમ માત્ર ઉપચારથી કહેવામાં આવે છે. પરમાર્થથી તો જીવે પોતાની અવસ્થામાં પુરુષાર્થ કર્યો છે, જડમાં પુરુષાર્થ કર્યો નથી.

આ નવ ક્ષાયિકભાવને નવ લબ્ધિ પણ કહેવામાં આવે છે.