૧૮૨ ] [ મોક્ષશાસ્ત્ર
ક્ષાયિકદાન– પોતાના શુદ્ધ સ્વરૂપનું પોતાને દાન તે ઉપાદાન છે અને અનંત જીવોને નિમિત્તપણે થાય તે ક્ષાયિક અભયદાન છે.
ક્ષાયિકલાભ– પોતાના શુદ્ધ સ્વરૂપનો પોતાને લાભ તે ઉપાદાન છે અને નિમિત્તપણે શરીરના બળને ટકાવવાના કારણરૂપ, અન્ય મનુષ્યને ન હોય તેવા અત્યંત શુભ સૂક્ષ્મ નોકર્મરૂપે પરિણમતા અનંત પુદ્ગલ પરમાણુઓનો સમયે સમયે સંબંધ હોવો તે.
ક્ષાયિક ભોગ– પોતાના શુદ્ધ સ્વરૂપનો ભોગ તે ક્ષાયિક ભોગ છે અને નિમિત્તપણે પુષ્પવૃષ્ટિ આદિક વિશેષોનું પ્રગટ થવું તે.
ક્ષાયિક ઉપભોગ– પોતાના શુદ્ધ સ્વરૂપનો સમયે સમયે ભોગવટો થવો તે ક્ષાયિક ઉપભોગ છે, અને નિમિત્તપણે સિંહાસન, ચામર, ત્રણ છત્ર આદિ વિભૂતિનું હોવું તે.
ક્ષાયિક વીર્ય– પોતાના શુદ્ધ સ્વરૂપમાં ઉત્કૃષ્ટ સામર્થ્યપણે પ્રવૃત્તિ તે ક્ષાયિક વીર્ય છે. ।। ૪।।
કુશ્રુત, કુઅવધિ એ ત્રણ અજ્ઞાન, [दर्शन] ચક્ષુ, અચક્ષુ, અવધિ એ ત્રણ દર્શન, [लब्धयः] ક્ષાયોપશમિકદાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય એ પાંચ લબ્ધિ, [चतुः त्रि त्रि पंचभेदाः] એમ ચાર + ત્રણ + ત્રણ અને પાંચ ભેદો (તેમ જ) [सम्यक्त्व] ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, [चारित्र] ક્ષાયોપશમિક ચારિત્ર [च] અને [संयमासंयमाः] સંયમાસંયમ ક્ષાયોપશમિકભાવના અઢાર ભેદ છે.
ક્ષાયોપશમિક સમ્યક્ત્વ– મિથ્યાત્વની તથા અનંતાનુબંધીની કર્મપ્રકૃતિઓના ઉદયાભાવી ક્ષય તથા ઉપશમની અપેક્ષાએ ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કહેવાય છે; અને સમ્યક્ત્વપ્રકૃતિનો ઉદય છે તે અપેક્ષાએ તેને જ વેદસમ્યક્ત્વ કહેવામાં આવે છે.
ક્ષાયોપશમિક ચારિત્ર– સમ્યગ્દર્શનપૂર્વકના ચારિત્ર વખતે જે રાગ છે તેની અપેક્ષાએ તે સરાગચારિત્ર કહેવાય છે પણ તેમાં જે રાગ છે તે ચારિત્ર નથી, જેટલો