અ. ૨. સૂત્ર ૯ ] [ ૧૯૧ આવે છે, તે ઉપચારનું કારણ એટલું જ સમજવું કે પદાર્થોની વિશેષ આકૃતિ નક્કી કરનાર જે ચૈતન્યપરિણામ છે તે જ્ઞાન કહેવાય છે, પણ તે પદાર્થના વિશેષ આકારતુલ્ય જ્ઞાન સ્વયં થઈ જાય છે એવો સાકારનો અર્થ નથી.
અંતર્મુખ ચિત્પ્રકાશને દર્શન અને બહિર્મુખ ચિત્પ્રકાશને જ્ઞાન કહેવામાં આવે છે. સામાન્ય-વિશેષાત્મક બાહ્ય પદાર્થને ગ્રહણ કરનારું જ્ઞાન છે અને સામાન્ય- વિશેષાત્મક આત્મસ્વરૂપને ગ્રહણ કરનારું દર્શન છે.
શંકાઃ– આ પ્રમાણે દર્શન અને જ્ઞાનનું સ્વરૂપ માનવાથી ‘વસ્તુનું જે સામાન્ય ગ્રહણ થાય છે તેને દર્શન કહે છે’ એવા શાસ્ત્રના વચન સાથે વિરોધ આવશે?
સમાધાનઃ– બધા બાહ્ય પદાર્થો સાથે સાધારણપણું હોવાથી, તે વચનમાં જ્યાં ‘સામાન્ય’ સંજ્ઞા આપવામાં આવી છે ત્યાં સામાન્ય પદથી આત્માને જ ગ્રહણ કરવો.
શંકાઃ– એમ શા ઉપરથી જાણવું કે અહીં સામાન્ય પદથી આત્મા જ સમજવો? સમાધાનઃ– એ શંકા કરવી ઠીક નથી, કેમકે “પદાર્થના આકાર અર્થાત્ ભેદને કર્યા વિના” એ શાસ્ત્રવચનથી તેની પુષ્ટિ થઈ જાય છે; તે સ્પષ્ટ કહેવામાં આવે છે. -બાહ્ય પદાર્થોને આકારરૂપ પ્રતિકર્મ વ્યવસ્થાને નહિ કરતાં (અર્થાત્ ભેદરૂપથી પ્રત્યેક પદાર્થને ગ્રહણ કર્યા વિના) જે સામાન્ય ગ્રહણ થાય છે તેને ‘દર્શન’ કહે છે. વળી તે અર્થને દ્રઢ કરવા માટે કહે છે કે-‘આ અમુક પદાર્થ છે, આ અમુક પદાર્થ છે’ ઇત્યાદિરૂપે પદાર્થોની વિશેષતા કર્યા વિના જે ગ્રહણ થાય છે તેને દર્શન કહે છે.
શંકાઃ– ઉપર કહ્યું તેવું દર્શનનું લક્ષણ માનશો તો ‘અનધ્યવસાય’ને દર્શન માનવું પડશે?
સમાધાનઃ– નહિ, કેમકે દર્શન બાહ્ય પદાર્થોનો નિશ્ચય ન કરતાં છતાં પણ સ્વરૂપનો નિશ્ચય કરવાવાળું છે તેથી અનધ્યવસાયરૂપ નથી. વિષય અને વિષયીને યોગ્યદેશમાં હોવા પહેલાંની અવસ્થાને દર્શન કહે છે.
દ્રવ્યસંગ્રહ હિન્દી-ટીકા પા. ૧૭૦ થી ૧૭પ. ગાથા-૪૪ નીચેની ટીકા.]