૧૯૨ ] [ મોક્ષશાસ્ત્ર જાદું જુદું કાર્ય શું છે તે ઉપર બતાવ્યું છે, તેથી એક ગુણથી બીજા ગુણના ભેદની અપેક્ષાએ (ભેદનયે) તે કથન છે એમ જાણવું.
દર્શન અને જ્ઞાન એ બન્ને ગુણ આત્માના છે, તે આત્માથી અભિન્ન છે તેથી અભેદઅપેક્ષાએ આત્મા દર્શનજ્ઞાનસ્વરૂપ છે એટલે કે દર્શન તે આત્મા અને જ્ઞાન તે આત્મા છે એમ જાણવું. દ્રવ્ય અને ગુણ એકબીજાથી જુદા પડી શકે નહિ અને દ્રવ્યનો એક ગુણ તેના બીજા ગુણથી જુદો પડી શકે નહિ; આ અપેક્ષા લક્ષમાં રાખતાં દર્શન સ્વ-પર દર્શક છે અને જ્ઞાન સ્વ-પર જ્ઞાયક છે. અભેદદ્રષ્ટિની અપેક્ષાએ આ પ્રમાણે અર્થ થાય છે.
જ્ઞાનના નિશ્ચયનયે અર્થ પા. ૪૨૦ થી ૪૨૭]
કેવળીપ્રભુને દર્શન અને જ્ઞાન ઉપયોગ એક સાથે (યુગપત્) હોય છે અને છદ્મસ્થને ક્રમે ક્રમે હોય છે, કેવળીપ્રભુને ઉપયોગ ઉપચારથી કહેવામાં આવે છે. ।। ૯।।
ભેદવાળા છે. કર્મસહિત જીવોને સંસારી અને કર્મરહિત જીવોને મુક્ત કહેવામાં આવે છે.
(૧) આ ભેદો જીવોની વર્તમાન વર્તતી દશાથી છે માટે તે ભેદો અવસ્થા (પર્યાય) દ્રષ્ટિએ છે. દ્રવ્ય (નિશ્ચય, સ્વરૂપ) દ્રષ્ટિએ બધા જીવો સરખા છે. આ વ્યવહાર-શાસ્ત્ર છે તેથી તેમાં મુખ્યપણે પર્યાયદ્રષ્ટિએ કથન છે. વ્યવહાર પરમાર્થ સમજાવવા માટે કહેવામાં આવે છે પણ તેને પકડી રાખવા માટે કહેવામાં આવતો નથી, તેથી એમ સમજવું કે પર્યાયમાં ગમે તેવા ભેદ હોય તો પણ ત્રિકાળી ધ્રુવસ્વરૂપમાં કદી ફેર પડતો નથી. ‘સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય.’