અ. ૨. સૂત્ર ૧૦ ] [ ૧૯૩
મુક્ત જીવો અનંત છે એમ સમજવું. ‘मुक्ताः’ શબ્દ એમ પણ સૂચવે છે કે પૂર્વે તે જીવની સંસારી અવસ્થા હતી પણ તેઓએ સાચી સમજણ કરીને તે અવસ્થાનો વ્યય કર્યો અને મુક્તઅવસ્થા પ્રગટ કરી.
પોતાના શુદ્ધ સ્વરૂપમાંથી સારી રીતે સરી જવું-ખસી જવું તે સંસાર છે; જીવનો સંસાર સ્ત્રી, પુત્ર, લક્ષ્મી, મકાન વગેરે નથી, તેઓ તો જગતના સ્વતંત્ર પદાર્થો છે; જીવ તે પદાર્થો ઉપર પોતાપણાની કલ્પના કરીને તે પદાર્થોને ઇષ્ટ-અનિષ્ટ માને છે તે વિકારી ભાવને સંસાર કહેવામાં આવે છે.
અર્થો થાય છે, તેમાં અહીં અન્વાચય અર્થ બતાવવા ‘च’ શબ્દ વાપર્યો છે. (એકને પ્રધાનરૂપે અને બીજાને ગૌણરૂપે બતાવવું એ ‘અન્વાચય’ શબ્દનો અર્થ છે.) સંસારી અને મુક્ત જીવોમાં સંસારી જીવ પ્રધાનતાએ ઉપયોગવાન છે અને મુક્ત જીવ ગૌણરૂપથી ઉપયોગવાન છે એમ સૂચવવા આ સૂત્રમાં ‘च’ શબ્દ વાપર્યો છે (‘ઉપયોગ’નું અનુસંધાન સૂત્ર ૮ તથા ૯ થી લીધું છે એમ સમજવું).
(પ) જીવને સંસારી દશા હોવાનું કારણ પોતાના સ્વરૂપની ભ્રમણા છે; તે ભ્રમણાને મિથ્યાદર્શન કહેવામાં આવે છે. એ મિથ્યાદર્શનના સંસર્ગથી જીવને પાંચ પ્રકારના પરિવર્તનો થાય છે-સંસારચક્ર ચાલે છે.
(૬) જીવ અનાદિથી મિથ્યાદ્રષ્ટિ હોય છે; તે પોતાની પાત્રતા કેળવી સત્સમાગમે સમ્યગ્દ્રષ્ટિ થાય છે. મિથ્યાદ્રષ્ટિરૂપ અવસ્થાને કારણે પરિભ્રમણ અર્થાત્ પરિવર્તન થાય છે, તે પરિભ્રમણને સંસાર કહેવામાં આવે છે. જીવને પર પ્રત્યેની એકત્વબુદ્ધિના કારણે મિથ્યાદ્રષ્ટિપણું હોય છે. જ્યાં સુધી જીવનું લક્ષ પર ઉપર હોય છે એટલે કે પરથી મને લાભ-નુકશાન થાય એમ તે માને છે ત્યાં સુધી તેને પરવસ્તુરૂપ કર્મ અને. નોકર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થાય છે. આ પરિવર્તનના પાંચ ભેદો પડે છે- ૧. દ્રવ્યપરિવર્તન, ર. ક્ષેત્રપરિવર્તન, ૩. કાળપરિવર્તન, ૪. ભવપરિવર્તન અને પ. ભાવપરિવર્તન. પરિવર્તનને સંસરણ અથવા પરાવર્તન પણ કહેવાય છે.