નય અથવા વ્યવહારધર્મ અને તે પછી નિશ્ચયનય અથવા નિશ્ચયધર્મ આમ વસ્તુસ્વરૂપ નથી.
(૧૩) પ્રશ્નઃ– નિશ્ચયનય અને વ્યવહારનય સમકક્ષી છે એમ માનવું બરાબર છે? ઉત્તરઃ– નહીં, સમયસાર ગા. ૧૧ માં એ વાત સ્પષ્ટ કરેલ છે; ગા. ૧૪ ના ભાવાર્થમાં બે નયોને પ્રતિપક્ષી કહેલ છે. બન્ને નયોને સમકક્ષી માનનાર એક બીજો સમ્પ્રદાય* છે, તેઓ બન્નેને સમકક્ષી અને બન્ને નયોના આશ્રયથી ધર્મ થાય છે એમ નિરૂપણ કરે છે. પરંતુ શ્રી કુંદકુંદાચાર્યદેવ તો સ્પષ્ટપણે ફરમાવે છે કે ભૂતાર્થના (નિશ્ચયના) આશ્રયે જ હમેશાં ધર્મ થાય છે પરાશ્રયે (વ્યવહારથી) કદી અંશમાત્ર પણ સત્યધર્મ-હિતરૂપધર્મ થતો નથી. હા, બન્ને નયોનું તથા તેમના વિષયોનું જ્ઞાન અવશ્ય કરવું જોઈએ. ગુણસ્થાન અનુસાર કેવા ભેદ આવે છે તે જાણવું પ્રયોજનવાન છે. પરંતુ બન્ને (નયો) સમાન છે-સમકક્ષી છે એમ કદી નથી, કારણ કે બન્ને નયોના વિષયમાં અને ફળમાં પરસ્પર વિરોધ છે માટે વ્યવહારનયના આશ્રયે કદી પણ ધર્મની ઉત્પત્તિ, વૃદ્ધિ અને ટકવું બનતું જ નથી એવો દ્રઢ નિર્ણય કરવો જોઈએ. ભગવાન કુંદકુંદાચાર્યકૃત સમયસારની ગાથા ૧૧ મીને સાચા જૈન ધર્મના પ્રાણ કહેલ છે માટે તે ગાથા અને ટીકાનું મનન કરવું જોઈએ તે ગાથા નિમ્નોક્ત છેઃ-
ભૂતાર્થને આશ્રિત જીવ
_________________________________________________________________
*તે સમ્પ્રદાયની વ્યવહારનયના સંબંધમાં કેવી માન્યતા છે? જુઓ (૧) શ્રી મેઘવિજયજી ગણી કૃત યુક્તિપ્રબોધ નાટક (આ ગણીજી કવિવર શ્રી બનારસીદાસજીના સમકાલીન હતા.) તેમણે વ્યવહારનયના આલંબન વડે આત્મહિત થાય છે એમ કહીને શ્રી સમયસાર નાટક તથા શ્રી દિગંબર જૈનમતના સિદ્ધાંતોનું ખંડન કર્યું છે, (જેઓ લગભગ ૧૬મી શતીમાં થયા) વળી શ્રી યશોવિજ્યજી મહામહ ઉપાધ્યાયે ‘ગુર્જર સાહિત્ય સંગ્રહ’માં પાનું ર૦૭, ર૧૯, રરર, પ૮૪, પ૮પમાં દિ. જૈન ધર્મના ખાસ સિદ્ધાંતોનું ઉગ્ર (કડક) ભાષા વડે ખંડન કર્યું છે, તેઓ મોટા ગ્રંથકાર-વિદ્વાન હતા; તેમણે દિગંબર આચાર્યોનો મત આ પ્રમાણે બતાવ્યો છે કેઃ-
(ર) પ્રથમ વ્યવહારનય તથા વ્યવહારધર્મ અને પછી નિશ્ચયનય તથા નિશ્ચયધર્મ-એમ નથી.
(૩) નિશ્ચયનય અને વ્યવહારનય બન્ને સમકક્ષી નથી-પરસ્પર વિરુદ્ધ છે, તેમના વિષય
અને ફળમાં વિપરીતતા છે.
(૪) નિમિત્તનો પ્રભાવ પડતો નથી. ઉપર મુજબ દિગંબર આચાર્યોનો મત છે. આ મૂળ સિદ્ધાંતોનું તે સમ્પ્રદાયે ઉગ્રતાથી, જોરથી ખંડન કર્યું છે-માટે ધર્મ જિજ્ઞાસુઓને વિનંતિ કરવામાં આવે છે કે તેમાં ક્યો મત સાચો છે, તેનો નિર્ણય સાચા શ્રદ્ધાનને માટે કરો, કે જે પ્રયોજનવાન છે, જરૂરી છે.