Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 710

 

[૨૨]

છે, કે–“શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે; એનો આશ્રય કરવાથી (જીવ) સમ્યગ્દ્રષ્ટિ થઈ શકે છે; એને જાણ્યા વગર જ્યાંસુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાંસુધી આત્માનું જ્ઞાન–શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યગ્દ્રર્શન થઈ શકતું નથી.” એવો આશય સમજવો જોઈએ.

(૧ર) અમુક જીવો એમ માને છે કે પહેલાં વ્યવહારનય પ્રગટ થાય છે, પછી વ્યવહારનયના આશ્રયે નિશ્ચયનય પ્રગટ થાય છે; અથવા તો પ્રથમ વ્યવહારધર્મ કરતાં નિશ્ચયધર્મ પ્રગટ થાય છે. તો તે માન્યતા ઠીક નથી, કારણ કે નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરુદ્ધ છે. (જુઓ, મો. મા. પ્ર. પાનું ર૪૩).

(૧) નિશ્ચય સમ્યગ્જ્ઞાન વગર આ જીવે અનંતવાર મુનિવ્રતોનું પાલન કર્યું પરંતુ તે મુનિવ્રતના પાલનને નિમિત્ત કારણ પણ કહેવામાં આવતું નથી કારણ કે સત્યાર્થ કાર્ય પ્રગટ થયા વગર સાધક (નિમિત્ત) કોને કહેવું?

પ્રશ્નઃ– દ્રવ્યલિંગી મુનિ મોક્ષના અર્થે ગૃહસ્થપણું છોડી તપશ્ચરણાદ્રિ કરે છે, ત્યાં તેણે પુરુષાર્થ તો કર્યો, છતાં કાર્ય સિદ્ધ ન થયું, માટે પુરુષાર્થ કરવાથી તો કાંઈ સિદ્ધિ નથી?

તેનું સમાધાનઃ– અન્યથા પુરુષાર્થ કરી ફળ ઇચ્છે છે પણ તેથી કેવી રીતે ફળ સિદ્ધિ થાય? તપશ્ચરણાદિ વ્યવહાર સાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ તે શાસ્ત્રમાં શુભબંધ કહ્યું છે, અને આ તેનાથી મોક્ષ ઇચ્છે છે તે કેવી રીતે સિદ્ધ થાય? એ જ તો ભ્રમ છે (મો. મા. પ્ર. પાનું ર૯૯)

(ર) મિથ્યાત્વની અવસ્થામાં કોઈ પણ જીવને કદી ‘સમ્યગ્ શ્રુતજ્ઞાન’ હોતું નથી, જેને ‘સમ્યગ્ શ્રુતજ્ઞાન’ પ્રગટ થયું હોય તેને જ ‘નય’ હોય છે, કારણ કે ‘નય’ જ્ઞાન તે સમ્યક્ શ્રુતજ્ઞાનનો એક અંશ છે; અંશી વિના અંશ કેવો? “સમ્યક્ શ્રુતજ્ઞાન” (ભાવશ્રુતજ્ઞાન) થતાં જ બન્ને નયો એકી સાથે હોય છે. પ્રથમ અને પછી નહીં એમ સાચા જૈનીઓ માને છે.

(૩) વસ્તુસ્વરૂપ તો એમ છે કે ચોથા ગુણસ્થાનથી જ નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને તે જ સમયે સમ્યક્ શ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. સમ્યક્ શ્રુતજ્ઞાનમાં બન્ને નયોના અંશનો સદ્ભાવ એકી સાથે છે, આગળપાછળ નહીં. નિજ આત્માના આશ્રયે જ્યારે ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થયું ત્યારે પોતાનો જ્ઞાયકસ્વભાવ તથા ઉત્પન્ન થયેલ જે શુદ્ધ દશા તે આત્મા સાથે અભેદ રૂપ છે તેથી તે નિશ્ચયનયનો વિષય છે, અને પોતાની પર્યાયમાં જે અશુદ્ધતા અને અલ્પતા બાકી છે તે વ્યવહાર નયનો વિષય છે. એ પ્રમાણે બન્ને નયો જીવને એકી સાથે હોય છે તેથી પ્રથમ વ્યવહાર-