અ. ૨. સૂત્ર ૧૦ ] [ ૧૯પ
એક જીવ એક અવસર્પિણીના પહેલા સમયે જન્મ્યો, ત્યાર પછી હરકોઈ અન્ય અવસર્પિણીના બીજા સમયે જન્મ્યો, પછી અન્ય અવસર્પિણીના ત્રીજા સમયે જન્મ્યો, એ રીતે એકેક સમય આગળ ચાલતાં નવી અવસર્પિણીના છેલ્લા સમયે જન્મ્યો, તથા તેવી જ રીતે ઉત્સર્પિણીકાળમાં તે મુજબ જ જન્મ્યો; અને ત્યાર પછી ઉપર મુજબ જ અવસર્પિણી અને ઉત્સર્પિણીકાળના દરેક સમયે અનુક્રમે મરણ કરે; આ પ્રમાણે ભ્રમણ કરતાં જે કાળ લાગે તેને કાળપરિવર્તન કહેવામાં આવે છે. (આ કાળક્રમરહિત વચમાં જે જે સમયોમાં જન્મ-મરણ કરવામાં આવે તે સમયો હિસાબમાં ગણવા નહિ.) અવસર્પિણી અને ઉત્સર્પિણીકાળનું સ્વરૂપ ત્રીજા અધ્યાયના ર૭ મા સૂત્રમાં કહ્યું છે ત્યાંથી જાણી લેવું.)
નરકમાં સર્વજઘન્ય આયુ દસ હજાર વર્ષનું છે. તેટલા આયુવાળો એક જીવ પહેલા નરકના પહેલા પાઠડે જન્મ્યો, પછી કોઈ કાળે તેટલું જ આયુ પામી તે જ પાઠડે જન્મ્યો; (વચમાં બીજી ગતિઓમાં ભ્રમણ કર્યું તે ભવ હિસાબમાં લેવા નહિ.) એ પ્રમાણે દસ હજાર વર્ષના જેટલા સમય થાય તેટલીવાર તે જીવ તેટલા (દસ હજાર વર્ષના) જ આયુસહિત ત્યાં જ જન્મ્યો (વચમાં અન્ય સ્થાનોમાં જન્મ્યો તે હિસાબમાં લેવા નહિ), ત્યાર પછી દસ હજાર વર્ષ અને એક સમયના આયુસહિત જન્મ્યો, ત્યાર પછી દસ હજાર વર્ષ અને બે સમય એમ અનુક્રમે એકેક સમય આયુ વધતાં વધતાં છેવટ તેત્રીસ સાગરના આયુસહિત નરકમાં જન્મ્યો (અને મર્યો) (આ ક્રમરહિત જન્મ થાય તે ગણતરીમાં લેવા નહિ); નરકનું ઉત્કૃષ્ટ આયુ ૩૩ સાગરનું છે, તેટલા આયુસહિત જન્મે-એ પ્રમાણે ગણતાં જે કાળ થાય તેટલા કાળમાં એક નારકી ભવપરિવર્તન પૂરું થાય છે.
પછી ત્યાંથી નીકળી તિર્યંચગતિમાં અંતર્મુહૂર્તના આયુસહિત ઉત્પન્ન થાય છે એટલે કે જઘન્ય અંતર્મુહૂર્ત આયુ પામી તે પૂરું કરી તે અંતર્મુહૂર્તના જેટલા સમય છે તેટલી વાર જઘન્ય આયુ ધારે; પછી અનુક્રમે એક એક સમયે અધિક આયુ પામી ત્રણ પલ્ય સુધી તમામ સ્થિતિ (આયુ) માં જન્મ ધારી તે પૂરું કરે ત્યારે એક તિર્યંચગતિ ભવપરિવર્તન પૂરું થાય. (આ ક્રમરહિત જન્મ થાય તે ગણતરીમાં લેવા નહિ) તિર્યંચગતિમાં જઘન્ય આયુ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્યનું હોય છે.
દેવગતિમાં નરકગતિની માફક છે પણ તેમાં એટલો ફેર છે કે-દેવગતિમાં ઉપર