Moksha Shastra (Gujarati). Sutra: 18 (Chapter 2).

< Previous Page   Next Page >


Page 205 of 655
PDF/HTML Page 260 of 710

 

અ. ૨. સૂત્ર ૧૬-૧૭ ] [ ૨૦પ

ઉપકરણ–નિર્વૃત્તિનો ઉપકાર કરવાવાળો પુદ્ગલસમૂહ તે ઉપકરણ છે. તેના બાહ્ય અને આભ્યંતર એવા બે ભેદ છે. જેમ-નેત્રમાં ધોળું અને કાળું મંડળ તે આભ્યંતર ઉપકરણ છે અને પાંપણ, ડોળા વગેરે બાહ્ય ઉપકરણ છે તેમ. ‘ઉપકાર’નો અર્થ નિમિત્તમાત્ર સમજવો, પણ તે લાભ કરે છે એમ ન સમજવું. [જુઓ, અર્થ પ્રકાશિકા પાનું ૨૦૨-૨૦૩] આ બન્ને ઉપકરણો જડ છે. ।। ૧૭।।

ભાવેન્દ્રિયનું સ્વરૂપ
लब्ध्युपयोगौ भावेन्द्रियम्।। १८।।
અર્થઃ– [लब्धि उपयोगौ] લબ્ધિ અને ઉપયોગને [भावेन्द्रियम] ભાવેન્દ્રિય

કહેવામાં આવે છે.

ટીકા

(૧) લબ્ધિ– લબ્ધિનો અર્થ પ્રાપ્તિ અથવા લાભ થાય છે. આત્માના ચૈતન્યગુણનો ક્ષયોપશમહેતુક ઉઘાડ તે લબ્ધિ છે. [જુઓ, સૂત્ર ૪પ ની ટીકા]

ઉપયોગ– ઉપયોગનો અર્થ ચૈતન્યવ્યાપાર થાય છે. આત્માના ચૈતન્યગુણનો જે ક્ષયોપશમહેતુક ઉઘાડ છે તેના વ્યાપારને ઉપયોગ કહે છે.

(ર) આત્મા જ્ઞેયપદાર્થની સન્મુખ થઈને પોતાના ચૈતન્યવ્યાપારને તે તરફ જોડે તે ઉપયોગ છે. ઉપયોગ ચૈતન્યનું પરિણમન છે; તે કોઈ અન્ય જ્ઞેયપદાર્થ તરફ લાગી રહ્યો હોય તો, આત્માની સાંભળવાની શક્તિ હોય તો પણ, સાંભળે નહિ. લબ્ધિ અને ઉપયોગ બન્ને મળીને જ્ઞાનની સિદ્ધિ થાય છે.

(૩) પ્રશ્નઃ– ઉપયોગ તો લબ્ધિરૂપ ભાવેન્દ્રિયનું ફળ (અથવા કાર્ય) છે, તેને ભાવેન્દ્રિય શા માટે કહી?

ઉત્તરઃ– કાર્યમાં કારણનો ઉપચાર કરીને ઉપયોગને (ઉપચારથી) ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. ઘટ-આકારે પરિણમેલ જ્ઞાનને ઘટ કહેવામાં આવે છે, એ ન્યાયે લોકમાં કાર્યને પણ કારણ માનવામાં આવે છે. આત્માનું લિંગ ઇન્દ્રિય (ભાવેન્દ્રિય) છે; આત્મા તે સ્વઅર્થ છે, તેમાં ઉપયોગ મુખ્ય છે અને તે જીવનું લક્ષણ છે, તેથી ઉપયોગને ભાવ-ઇન્દ્રિયપણું કહી શકાય છે.

(૪) ઉપયોગ અને લબ્ધિ એ બન્નેને ભાવેન્દ્રિય એ માટે કહે છે કે તેઓ દ્રવ્ય-