Moksha Shastra (Gujarati). Sutra: 16-17 (Chapter 2).

< Previous Page   Next Page >


Page 204 of 655
PDF/HTML Page 259 of 710

 

૨૦૪ ] [ મોક્ષશાસ્ત્ર

(ર) જડ ઇન્દ્રિયો જ્ઞાનના ઉપયોગ વખતે નિમિત્ત હોય છે, પણ જ્ઞાન તે ઇન્દ્રિયોથી થતું નથી, જ્ઞાન આત્મા પોતે પોતાથી કરે છે. ક્ષાયોપશમિકજ્ઞાનનું સ્વરૂપ એવું છે કે તે જ્ઞાન જે વખતે જે પ્રકારનો ઉપયોગ કરવા લાયક હોય ત્યારે તેને લાયક ઇન્દ્રિયાદિ બાહ્ય નિમિત્તો પોતે પોતાથી હાજર હોય છે, પણ નિમિત્તની રાહ જોવી પડતી નથી. આવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે. ઇન્દ્રિયો છે તેથી જ્ઞાન થયું એમ અજ્ઞાની માને છે; જ્ઞાની તો જ્ઞાન પોતાથી થયું એમ માને છે, અને જડ ઇન્દ્રિયો તે વખતે સંયોગરૂપ (હાજરરૂપ) સ્વયં હોય જ છે એમ જાણે છે. ।। ૧પ।।

[જુઓ, અધ્યાય ૧ સૂત્ર-૧૪ની ટીકા. પાનું ૬૩ થી ૬૭]
ઇન્દ્રિયોના મૂળ ભેદ
द्विविधानि।। १६।।
અર્થઃ– બધી ઇન્દ્રિયો [द्विविधानि] દ્રવ્યઇન્દ્રિય અને ભાવઇન્દ્રિય-એવા ભેદથી

બબ્બે પ્રકારની છે.

નોટઃ– દ્રવ્યેન્દ્રિયસંબંધી સૂત્ર ૧૭ મું છે અને ભાવેન્દ્રિયસંબંધી સૂત્ર ૧૮ મું છે. ।। ૧૬।।
દ્રવ્યેન્દ્રિયનું સ્વરૂપ
निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम्।। १७।।
અર્થઃ– [निर्वृत्ति उपकरणे] નિર્વૃત્તિ અને ઉપકરણને [द्रव्येन्द्रियम्] દ્રવ્યેન્દ્રિય

કહે છે.

ટીકા

નિર્વૃત્તિઃ– પુદ્ગલવિપાકી નામકર્મના ઉદયથી પ્રતિનિયતસ્થાનમાં થતી ઇન્દ્રિયરૂપ પુદ્ગલની રચના વિશેષને બાહ્યનિર્વૃત્તિ કહે છે; અને ઉત્સેધ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે થતા આત્માના જે વિશુદ્ધપ્રદેશ તેને આભ્યંતરનિવૃત્તિ કહે છે; એમ નિવૃત્તિના બે ભેદ છે. [જુઓ, અધ્યાય-ર સૂત્ર-૪૪ ની ટીકા]

જે આત્મપ્રદેશો નેત્રાદિ ઇન્દ્રિયાકારે થાય છે તે આભ્યંતરનિર્વૃત્તિ છે, અને તે જ આત્મપ્રદેશે નેત્રાદિ આકારે જે પુદ્ગલસમૂહ રહે છે તે બાહ્યનિર્વૃત્તિ છે. કર્ણેન્દ્રિયના તથા નેત્રેન્દ્રિયના આત્મપ્રદેશો અનુક્રમે જવની નળી તથા મસુરના આકારે હોય છે અને પુદ્ગલ ઇન્દ્રિયો પણ તે તે આકારે હોય છે.