Moksha Shastra (Gujarati). Sutra: 28-29 (Chapter 2).

< Previous Page   Next Page >


Page 212 of 655
PDF/HTML Page 267 of 710

 

૨૧૨ ] [ મોક્ષશાસ્ત્ર

સંસારી જીવોની ગતિ અને તેનો સમય

विग्रहवती च संसारिणः प्राक्चतुर्भ्यः।। २८।।

અર્થઃ– [संसारिणः] સંસારી જીવની ગતિ [चतुर्भ्यः प्राक्] ચાર સમયથી

પહેલાં પહેલાં [विग्रहवती च] વક્રતા-મોડાસહિત તથા રહિત થાય છે.

ટીકા

૧. સંસારી જીવની ગતિ મોડાસહિત અને મોડારહિત હોય છે. જો મોડારહિત હોય તો તેને એક સમય લાગે છે; જો એક મોડો લેવો પડે તો બે સમય, બે મોડા લેવા પડે તો ત્રણ સમય અને ત્રણ મોડા લેવા પડે તો ચાર સમય લાગે છે. જીવ ચોથા સમયે તો ક્યાંક નવું શરીર નિયમથી ધારણ કરી લે છે; તેથી વિગ્રહગતિનો સમય વધારેમાં વધારે ચાર સમય સુધી હોય છે. તે ગતિઓનાં નામ-૧-ઋજુગતિ (ઈષુગતિ), ર-પાણીમુક્તાગતિ, ૩-લાંગલિકાગતિ અને ૪-ગૌમુત્રિકાગતિ એ પ્રમાણે છે.

ર. એક પરમાણુને મંદગતિએ એક આકાશ પ્રદેશેથી તેની નજીકના બીજા આકાશપ્રદેશ સુધી જતાં જે વખત લાગે છે તે એક સમય છે, આ નાનામાં નાનો કાળ છે.

૩. લોકમાં એવું કોઈ સ્થળ નથી કે જ્યાં જતાં જીવને ત્રણ કરતાં વધારે મોડા લેવા પડે.

૪. વિગ્રહગતિમાં એક સમયથી વધારે વખત રહે ત્યારે જીવને ચૈતન્યનો ઉપયોગ હોતો નથી. જ્યારે જીવની તે પ્રકારની લાયકાત હોતી નથી ત્યારે દ્રવ્યઇન્દ્રિયો પણ હોતી નથી, એવો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ છે. જીવનો ઉપયોગ હોવા લાયક હોય છે ત્યારે દ્રવ્યઇન્દ્રિયો પોતાના કારણે સ્વયં હાજર હોય છે, તે એમ સાબિત કરે છે કે જીવની પાત્રતા હોય ત્યારે તેને અનુસાર નિમિત્ત સ્વયં હાજર હોય છે, નિમિત્ત માટે રાહ જોવી પડતી નથી; અને જીવ લાયક ન હોય ત્યારે નિમિત્તનો તેના પોતાના કારણે સ્વયં અભાવ હોય છે. ।। ૨૮।।

અવિગ્રહગતિનો સમય
एकसमयाऽविग्रहा।। २९।।
અર્થઃ– [अविग्रहा] મોડારહિત ગતિ [एकसमया] એક સમયમાત્ર જ હોય

છે અર્થાત્ તેમાં એક સમય જ લાગે છે.