Moksha Shastra (Gujarati). Sutra: 26-27 (Chapter 2).

< Previous Page   Next Page >


Page 211 of 655
PDF/HTML Page 266 of 710

 

અ. ૨. સૂત્ર ૨૬-૨૭ ] [ ૨૧૧ વિગ્રહગતિમાં જીવ અને પુદ્ગલનું ગમન કેવી રીતે થાય છે?

अनुश्रेणि गतिः।। २६।।
અર્થઃ– [गति] જીવ-પુદ્ગલોનું ગમન [अनुश्रेणि] અનુસાર જ થાય છે.
ટીકા

(૧) શ્રેણિઃ લોકના મધ્યભાગથી ઉપર, નીચે તથા તિર્યગ્દિશામાં ક્રમથી હારબંધ રચનાવાળા પ્રદેશોની પંક્તિ (Line) ને શ્રેણિ કહે છે.

(ર) વિગ્રહગતિમાં આકાશપ્રદેશોની સીધી પંક્તિએ જ ગમન થાય છે. વિદિશામાં ગમન થતું નથી. પુદ્ગલનો શુદ્ધ પરમાણુ જ્યારે અતિ શીઘ્ર ગમન કરી એક સમયમાં ચૌદ રાજુ ગમન કરે છે ત્યારે તે સીધો જ ગમન કરે છે.

(૩) ઉપર પ્રમાણે શ્રેણિની છ દિશા થાય છેઃ- ૧-પૂર્વથી પશ્ચિમ, ર-ઉત્તરથી દક્ષિણ, ૩-ઉપરથી નીચે તથા બીજા ત્રણ તેનાથી ઊલટી રીતે એટલે કે, ૪-પશ્ચિમથી પૂર્વ, પ-દક્ષિણથી ઉત્તર અને નીચેથી ઉપર.

(૪) પ્રશ્નઃ– આ જીવ અધિકાર છે તેમાં પુદ્ગલનો વિષય શા માટે લીધો? ઉત્તરઃ– જીવ અને પુદ્ગલનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા તથા જીવ તેમ જ પુદ્ગલ બન્ને ગમન કરે છે એમ બતાવવા માટે પુદ્ગલનો વિષય લીધો છે. ।। ૨૬।।

મુક્ત જીવોની ગતિ કેવી રીતે થાય છે?
अविग्रहा जीवस्य।। २७।।
અર્થઃ– [जीवस्य] મુક્ત જીવની ગતિ [अविग्रहा] વક્રતા રહિત (સીધી)

થાય છે.

ટીકા
સૂત્રમાં ‘जीवस्य’ શબ્દ લખ્યો છે પણ આગળના સૂત્રમાં સંસારી જીવનો

વિષય હતો તેથી અહીં ‘जीवस्य’ નો અર્થ ‘મુક્ત જીવ’ થાય છે. આ અધ્યાયના રપ મા સૂત્રમાં વિગ્રહનો અર્થ ‘શરીર’ કર્યો હતો, અહીં તેનો અર્થ ‘વક્રતા’ કરવામાં આવ્યો છે; વિગ્રહ શબ્દના એ બન્ને અર્થો થાય છે. રપ મા સૂત્રમાં શ્રેણિનો વિષય ન હતો તેથી ત્યાં ‘વક્રતા’ અર્થ લાગુ થતો નહિ, પણ આ સૂત્રમાં શ્રેણિનો વિષય હોવાથી ‘अविग्रहा’ નો અર્થ વક્રતા રહિત (મોડા રહિત) થાય છે એમ સમજવું. મુક્ત જીવો શ્રેણિબદ્ધ ગતિથી એક સમયમાં સીધા સાત રાજુ ઊંચા ગમન કરી સિદ્ધક્ષેત્રમાં જઈ સ્થિર થાય ।। ૨૭।।