૨૧૪ ] [ મોક્ષશાસ્ત્ર
પ્રકારના [जन्म] જન્મ હોય છે.
(૧) જન્મઃ– નવીન શરીર ધારણ કરવું તે જન્મ છે. સમ્મૂર્ચ્છન જન્મઃ– પોતાના શરીરને યોગ્ય પુદ્ગલો દ્વારા, માતા-પિતાના રજ અને વીર્ય વિના જ શરીરની રચના થવી તેને સમ્મૂર્ચ્છન જન્મ કહે છે.
ગર્ભ જન્મઃ– સ્ત્રીના ઉદરમાં રજ અને વીર્યના મળવાથી જે જન્મ(conception) થાય તેને ગર્ભજન્મ કહે છે.
ઉપપાદ જન્મઃ– માતા-પિતાના રજ અને વીર્ય વિના દેવ અને નારકીઓના નિશ્ચિતસ્થાનવિશેષમાં ઉત્પન્ન થવાને ઉપપાદ જન્મ કહે છે. આ ઉપપાદ જન્મવાળું શરીર વૈક્રિયિક રજકણોનું બને છે.
નો અર્થ ‘ચારે બાજુ’-અથવા‘જ્યાં-ત્યાં’ થાય છે અને मूर्च्छनं નો અર્થ ‘શરીરનું બની જવું’ એવો થાય છે.
(૩) જીવ અનાદિ-અનંત છે એટલે તેને જન્મ-મરણ હોતાં નથી, પણ અનાદિથી જીવને પોતાના સ્વરૂપની ભ્રમણા (મિથ્યાદર્શન) હોવાથી તેને શરીર સાથે એક ક્ષેત્રાવગાહસંબંધ થાય છે અને અજ્ઞાનથી શરીરને પોતાનું માને છે. વળી શરીરને હું હલાવી-ચલાવી શકું, શરીરની ક્રિયા હું કરી શકું એ વગેરેથી ઊંધી માન્યતા જીવને અનાદિથી ચાલી આવે છે; તે વિકારભાવ હોય ત્યાં સુધી જીવને નવાં નવાં શરીરો સાથે સંબંધ થાય છે. તે નવા શરીરના સંબંધને (સંયોગને) જન્મ કહે છે અને જૂના શરીરના વિયોગને મરણ કહે છે. સમ્યગ્દ્રષ્ટિ થયા પછી ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી જીવને નવું શરીર પ્રાપ્ત થાય છે તેમાં જીવનો કષાયભાવ નિમિત્ત છે. ।। ૩૧।।