અ. ૨. સૂત્ર ૩૨-૩૩ ] [ ૨૧પ ત્રણ-અચિત્ત, ઉષ્ણ, વિવૃત [च एकशः मिश्राः] અને ક્રમથી એકએકથી મળેલી ત્રણ અર્થાત્ સચિત્તાચિત્ત, શીતોષ્ણ અને સંવૃતવિવૃત [तत् योनयः] એ નવ જન્મયોનિઓ છે.
(૧) જીવોનાં ઉત્પત્તિસ્થાનને યોનિ કહે છે; યોનિ આધાર અને જન્મ આધેય છે. (ર) સચિત્તયોનિ– જીવસહિત યોનિને સચિત્તયોનિ કહે છે. સંવૃતયોનિ– જે કોઈના દેખવામાં ન આવે એવા ઉત્પત્તિસ્થાનને સંવૃત (ઢંકાયેલી) યોનિ કહે છે.
વિવૃતયોનિ– જે સર્વના દેખવામાં આવે એવા ઉત્પત્તિસ્થાનને વિવૃત (ખુલ્લી) યોનિ કહે છે.
(૩) ૧-માણસ કે બીજા પ્રાણીના પેટમાં જીવો (કરમિયાં) ઉત્પન્ન થાય તેની સચિત્તયોનિ છે. ર-દીવાલ, ટેબલ વગેરેમાં જીવો ઉત્પન્ન થાય છે તેની અચિત્તયોનિ છે. ૩-માણસે પહેરેલ ટોપી વગેરેમાં જીવો ઉત્પન્ન થાય તેની સચિત્તાચિત્ત યોનિ છે. ૪-ઠંડીમાં જીવો ઉત્પન્ન થાય તેની શીતયોનિ છે. પ-ગરમીમાં જીવો ઉત્પન્ન થાય તેની ઉષ્ણયોનિ છે. ૬-પાણીના ખાડામાં સૂર્યની ગરમીથી પાણી ઊનું થતાં જીવો ઉત્પન્ન થાય તેની શીતોષ્ણયોનિ છે. ૭-પેકબંધ ટોપલામાં રહેલા ફળમાં જીવો ઉત્પન્ન થાય તેની સંવૃતયોનિ છે. ૮-પાણીમાં જીવો (લીલફૂગ વગેરે) ઉત્પન્ન થાય તેની વિવૃતયોનિ છે અને ૯-થોડો ભાગ ઉઘાડો તથા થોડો ઢંકાએલો એવા સ્થાનમાં જીવો ઊપજે તેની સંવૃત-વિવૃતયોનિ છે.
(૪) ગર્ભ– યોનિના આકારના ત્રણ ભેદ છે; ૧-શંખાવર્ત, ર-કૂર્મોન્નત અને ૩-વંશપત્ર. શંખાવર્ત યોનિમાં ગર્ભ રહેતો નથી. કૂર્મોન્નતયોનિમાં તીર્થંકર, ચક્રવર્તી, બળભદ્ર અને તેના ભાઈઓ સિવાય કોઈ ઉત્પન્ન થતું નથી. વંશપત્રયોનિમાં બાકીના ગર્ભજન્મવાળા સર્વ જીવો ઉત્પન્ન થાય છે. ।। ૩ર।।
પ્રકારના જીવોને [गर्भः] ગર્ભજન્મ જ હોય છે અર્થાત્ તે જીવોને જ ગર્ભજન્મ હોય છે.