Moksha Shastra (Gujarati). Sutra: 34-35 (Chapter 2).

< Previous Page   Next Page >


Page 216 of 655
PDF/HTML Page 271 of 710

 

૨૧૬ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

(૧) જરાયુજ– જાળની સમાન માંસ અને લોહીથી વ્યાપ્ત એક પ્રકારની થેલીથી લપેટાયેલ જે જીવ જન્મે છે તેને જરાયુજ કહે છે. જેમ કે-ગાય, ભેંસ, મનુષ્ય વગેરે.

અંડજઃ– જે જીવ ઈંડામાંથી જન્મે છે તેને અંડજ કહે છે. જેમ કે-ચકલી, કબૂતર, મોર વગેરે પક્ષીઓ.

પોતજઃ– જન્મતી વખતે જે જીવોનાં શરીર ઉપર કોઈપણ પ્રકારનું આવરણ ન હોય તેને પોતજ કહે છે. જેમ કે સિંહ, વાઘ, હાથી, હરણ, વાંદરો વગેરે.

(ર) અસાધારણ ભાષા અને અધ્યયનાદિ જરાયુજ જીવોમાં જ હોય છે. ચક્રધર વાસુદેવાદિ મહા પ્રભાવશાળી જીવો જરાયુજ છે, મોક્ષ પણ જરાયુજને જ થાય છે. ।। ૩૩।।

ઉપપાદ જન્મ કોને હોય છે?
देवनारकाणामुपपादः।। ૩૪।।
અર્થઃ–[देवनारकाणाम्] દેવ અને નારકીઓને [उपपादः] ઉપપાદજન્મ જ

હોય છે અર્થાત્ ઉપપાદજન્મ તે જીવોને જ હોય છે.

ટીકા

(૧) દેવનાં પ્રસૂતિસ્થાનમાં શુદ્ધ સુગંધી કોમળ સંપુટના આકારે શય્યા હોય છે તેમાં ઉત્પન્ન થઈ અંતર્મુહૂર્તમાં પરિપૂર્ણ યુવાન જેવો થઈ, જેમ કોઈ શય્યામાં સૂતેલો જાગૃત થાય તેમ આનંદ સહિત જીવ બેઠો થાય છે-આ દેવનો ઉપપાદજન્મ છે.

(ર) નારકી જીવો બીલમાં ઉત્પન્ન થાય છે. મધુછત્તાની જેમ ઊંધું મોઢું વગેરે આકારે નાનાં મોઢાંવાળાં ઉત્પત્તિસ્થાન છે તેમાં નારકી જીવ ઊપજે છે અને ઊંધું માથું, ઊંચા પગ એ રીતે ઘણી આકરી વેદનાથી નીકળી વિલાપ કરતો જમીન ઉપર પડે છે-આ નારકીનો ઉપપાદજન્મ છે. ।। ૩૪।।

સમ્મૂર્ચ્છન જન્મ કોને હોય છે?
शेषाणां सम्मूर्च्छनम्।। ३५।।
અર્થઃ– [शेषाणाम्] ગર્ભ અને ઉપપાદ જન્મવાળા સિવાયના બાકી રહેલા

જીવોને [सम्मूर्च्छनम्] સમ્મૂર્ચ્છન જન્મ જ હોય છે અર્થાત્ સમ્મૂર્ચ્છન જન્મ બાકીના જીવોને જ હોય છે.