દ્વારા અભૂતાર્થ ઉપચરિત નિરૂપણ કરવામાં આવે છે.
પ્રશ્નઃ– સત્યાર્થ નિરૂપણ જ કરવું જોઈએ; અભૂતાર્થ ઉપચરિત નિરૂપણ શા માટે કરવામાં આવે છે!
ઉત્તરઃ– જેને સિંહનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને સિંહના સ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા અર્થાત્ બિલાડીના સ્વરૂપના નિરૂપણ દ્વારા સિંહના યથાર્થ સ્વરૂપના ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે, તેમ જેને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને વસ્તુસ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા વસ્તુસ્વરૂપના યથાર્થ ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે. વળી લાંબા કથનને બદલે સંક્ષિપ્ત કથન કરવા માટે પણ વ્યવહારનય દ્વારા ઉપચરિત નિરૂપણ કરવામાં આવે છે. અહીં એટલું લક્ષમાં રાખવા યોગ્ય છે કે-જે પુરુષ બિલાડીના નિરૂપણને જ સિંહનું નિરૂપણ માની બિલાડીને જ સિંહ સમજી બેસે તે તો ઉપદેશને જ યોગ્ય નથી, તેમ જે પુરુષ ઉપચરિત નિરૂપણને જ સત્યાર્થ નિરૂપણ માની વસ્તુસ્વરૂપને ખોટી રીતે સમજી બેસે તે તો ઉપદેશને જ યોગ્ય નથી.
સાધ્ય-સાધન વિષેનું સત્યાર્થ નિરૂપણ એમ છે કે ‘છઠ્ઠા ગુણસ્થાને વર્તતી આંશિક શુદ્ધિ સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે. હવે, ‘છઠ્ઠા ગુણસ્થાને કેવી અથવા કેટલી શુદ્ધિ હોય છે’-એ વાતનો પણ સાથે સાથે ખ્યાલ કરાવવો હોય તો, વિસ્તારથી એમ નિરૂપણ કરાય કે ‘જે શુદ્ધિના સદ્ભાવમાં, તેની સાથે સાથે મહાવ્રતાદિના શુભ વિકલ્પો હઠ વિના સહજપણે વર્તતા હોય છે તે છઠ્ઠા ગુણસ્થાનયોગ્ય શુદ્ધિ સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે.’ આવા લાંબા કથનને બદલે, એમ કહેવામાં આવે કે ‘છઠ્ઠા ગુણસ્થાને વર્તતા મહાવ્રતાદિના શુભ વિકલ્પો સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે,’ તો એ ઉપચરિત નિરૂપણ છે, આવા ઉપચરિત નિરૂપણમાંથી એમ અર્થ તારવવો જોઈએ કે ‘મહાવ્રતાદિના શુભ વિકલ્પો નહિ પણ તેમના દ્વારા સૂચવવા ધારેલી છઠ્ઠા ગુણસ્થાનયોગ્ય શુદ્ધિ ખરેખર સાતમા ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિનું સાધન છે.’)
(૬) પરંપરા કારણનો અર્થ નિમિત્ત કારણ છે, વ્યવહારમોક્ષમાર્ગને નિશ્ચય મોક્ષમાર્ગને માટે ભિન્ન સાધ્યસાધનરૂપથી કહેલ છે. તેનો અર્થ પણ નિમિત્ત માત્ર છે જો નિમિત્તનું જ્ઞાન ન કરીએ તો પ્રમાણ જ્ઞાન થતું નથી, માટે જ્યાંજ્યાં તેને સાધક, સાધન, કારણ, ઉપાય, માર્ગ સહકારી કારણ, બહિરંગહેતુ કહેલ છે તે સર્વ