૨૩૦ ] [ મોક્ષશાસ્ત્ર મુખ્યતાએ (એટલે કે પરદ્રવ્યની મુખ્યતાએ) ધર્મ થાય તો પરદ્રવ્ય અને સ્વદ્રવ્ય એ બે એક થઈ જાય અને તેથી મિથ્યાએકાંત થાય છે.
પ્રશ્નઃ– તો પછી સત્ દેવ-ગુરુ-શાસ્ત્ર અને ભગવાનના દિવ્યધ્વનિના આશ્રયે ધર્મ થાય છે એમ તો શાસ્ત્રમાં કહ્યું છે, માટે કોઈ વખતે તે નિમિત્તોની મુખ્યતાએ ધર્મ થાય એમ માનવામાં શું દોષ આવે છે?
ઉત્તરઃ– શાસ્ત્રમાં એમ જ કહ્યું છે કે-પરમશુદ્ધનિશ્ચયનયના ગ્રાહક પારિણામિકભાવે (અર્થાત્ નિજ ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય પરમાત્મભાવે-જ્ઞાયકભાવે) ધર્મ થાય. સત્દેવ, સદ્ગુરુ, સત્શાસ્ત્ર કે ભગવાનનો દિવ્યધ્વનિ તે તો જીવ અશુભ ભાવ ટાળી શુભભાવ રૂપ રાગનું અવલંબન લે છે તેમાં નિમિત્ત માત્ર છે; વળી તેમના તરફના રાગ-વિકલ્પને પણ ટાળીને જીવ જ્યારે પારિણામિકભાવનો (જ્ઞાયકભાવનો) આશ્રય લે છે ત્યારે તેને ધર્મ પ્રગટે છે અને તે વખતે રાગનું અવલંબન છૂટી જાય છે. ધર્મ પ્રગટયા પહેલાં રાગ કઈ દિશામાં ઢળ્યો હતો તે બતાવવા માટે દેવ-ગુરુ-શાસ્ત્ર કે દિવ્યધ્વનિ વગેરેને નિમિત્ત કહેવામાં આવે છે, પણ નિમિત્તની મુખ્યતાએ કોઈપણ વખતે ધર્મ થાય એમ બતાવવા માટે નિમિત્તનું જ્ઞાન કરાવવામાં આવતું નથી.
કોઈ વખતે ઉપાદાનકારણની મુખ્યતાએ ધર્મ થાય અને કોઈ વખતે નિમિત્તકારણની મુખ્યતાએ ધર્મ થાય-એમ જો માની લઈએ તો ધર્મ કરવા માટે કોઈ ત્રિકાળી અબાધિત નિયમ રહેતો નથી; અને જો કોઈ નિયમરૂપ સિદ્ધાંત ન હોય તો ધર્મ ક્યા વખતે ઉપાદાનકારણની મુખ્યતાથી થાય અને ક્યા વખતે નિમિત્તકારણની મુખ્યતાથી થાય એ નક્કી નહિ હોવાથી જીવ કદી ધર્મ કરી શકે નહિ.
ધર્મ કરવા માટે ત્રિકાળી એકરૂપ નિયમ ન હોય એમ બની શકે નહિ; માટે એમ સમજવું કે જે કોઈ જીવો પૂર્વે ધર્મ પામ્યા છે, વર્તમાનમાં ધર્મ પામે છે અને ભવિષ્યમાં ધર્મ પામશે તે બધાયને પરમપારિણામિકભાવનો જ આશ્રય છે, પણ બીજો કોઈ આશ્રય નથી.
પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિ જીવો પણ સમ્યગ્દર્શન થયા પછી સત્દેવ, સદ્ગુરુ, સત્શાસ્ત્રનું અવલંબન લે છે અને તેના આશ્રયે તેમને ધર્મ થાય છે તો ત્યાં નિમિત્તની મુખ્યતાએ ધર્મનું કાર્ય થયું કે નહિ?
ઉત્તરઃ– ના, નિમિત્તની મુખ્યતાએ ક્યાંય પણ કાર્ય થતું જ નથી. સમ્યગ્દ્રષ્ટિને જે શુભભાવ થાય છે તેમાં રાગનું અવલંબન છે અને તેનો પણ સમ્યગ્દ્રષ્ટિને ખેદ વર્તે છે. સત્ દેવ-ગુરુ કે શાસ્ત્રનું તો કોઈ જીવ અવલંબન લઈ જ શકે નહિ કેમકે તે પરદ્રવ્ય છે; છતાં જ્ઞાનીઓ સત્ દેવ-ગુરુ-શાસ્ત્રનું અવલંબન લે છે એવું જે કથન કરવામાં આવે