અ. ૨. ઉપસંહાર] [ ૨૩૧ છે તે તો માત્ર ઉપચારકથન છે, ખરી રીતે પરદ્રવ્યનું અવલંબન નથી પણ રાગભાવનું ત્યાં અવલંબન છે.
હવે તે શુભભાવ વખતે સમ્યગ્દ્રષ્ટિને જે શુભભાવ વધે છે તે, અભિપ્રાયમાં પરમપારિણામિકભાવનો આશ્રય છે તેના જ બળે વધે છે, બીજી રીતે કહીએ તો સમ્યગ્દર્શનના જોરે તે શુદ્ધભાવ વધે છે પરંતુ શુભરાગ કે પરદ્રવ્યના અવલંબને શુદ્ધતા વધતી નથી.
પ્રશ્નઃ– દેવ-ગુરુ-શાસ્ત્રને નિમિત્તમાત્ર કહ્યાં તથા તેમના અવલંબનને ઉપચારમાત્ર કહ્યું-તેનું કારણ શું?
ઉત્તરઃ– આ વિશ્વમાં અનંત દ્રવ્યો છે, તેમાંથી રાગ વખતે છદ્મસ્થ જીવનું વલણ ક્યા દ્રવ્ય તરફ ગયું તે બતાવવા માટે તે દ્રવ્યને ‘નિમિત્ત’ કહેવામાં આવે છે; તે વખતે તે જીવને ‘અનુરૂપ અશુદ્ધભાવ’ કરવામાં અનુકૂળ તે દ્રવ્ય છે તેથી તે દ્રવ્યને ‘નિમિત્ત’ કહેવામાં આવે છે, એ રીતે દેવ-ગુરુ-શાસ્ત્ર નિમિત્તમાત્ર છે અને દેવ-ગુરુ-શાસ્ત્રનું અવલંબન ઉપચારમાત્ર છે.
નિમિત્ત-નૈમિત્તિકસંબંધ જીવને જ્ઞાન કરવા માટે છે, પણ ‘ધર્મ કરવામાં કોઈ વખતે નિમિત્તની મુખ્યતા છે’-એવી માન્યતા કરવા માટે તે જ્ઞાન નથી. સમ્યગ્દર્શન પ્રગટ કરવા માગતા જીવે નિમિત્ત-નૈમિત્તિકસંબંધના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ, તે જ્ઞાન કરવાની જરૂર એટલા માટે છે કે જો તે જ્ઞાન ન હોય તો ‘કોઈ વખતે નિમિત્તની મુખ્યતાએ પણ કાર્ય થાય’ એવું વલણ જીવને રહે અને તેથી તેનું અજ્ઞાન ટળે નહિ.
સૂત્ર ૧. આ સૂત્ર પાંચે ભાવો બતાવે છે, તેમાંથી શુદ્ધ દ્રવ્યાર્થિકનયના વિષયરૂપ પોતાના પારિણામિકભાવના આશ્રયે જ ધર્મ થાય છે.
સૂત્ર ર–૬. આ સૂત્રો પહેલા ચાર ભાવોના ભેદો જણાવે છે, તેમાં ત્રીજા સૂત્રમાં ઔપશમિકભાવના ભેદો વર્ણવતાં પ્રથમ સમ્યક્ત્વ લીધું છે કેમકે ધર્મની શરૂઆત ઔપશમિકસમ્યક્ત્વથી થાય છે; સમ્યક્ત્વ પામ્યા પછી આગળ વધતાં કેટલાક જીવોને ઔપશમિકચારિત્ર થાય છે તેથી બીજું ઔપશમિકચારિત્ર કહ્યું છે. આ બે સિવાય બીજા કોઈ ઔપશમિકભાવો નથી. [સૂત્ર-૩]
જે જે જીવો ધર્મની શરૂઆતમાં પ્રગટ થતું ઔપશમિકસમ્યક્ત્વ, પારિણામિકભાવના આશ્રયે પામે છે તે જીવો પોતામાં શુદ્ધિ વધારતાં વધારતાં છેવટે સંપૂર્ણ શુદ્ધતા પામે છે,