૨૩૨ ] [ મોક્ષશાસ્ત્ર તેથી તેમને સમ્યક્ત્વ અને ચારિત્રની પૂર્ણતા થવા ઉપરાંત જ્ઞાન, દર્શન, દાન, લાભ ભોગ, ઉપભોગ અને વીર્ય એ ગુણોની પૂર્ણતા પ્રગટે છે; એ નવ ભાવોની પ્રાપ્તિ ક્ષાયિકભાવે પર્યાયમાં થાય છે, તેથી ફરી કદી વિકાર થતો નથી અને તે જીવો સમયે સમયે સંપૂર્ણ આનંદ અનંતકાળ સુધી ભોગવે છે; તેથી ચોથા સૂત્રમાં એ નવ ભાવો જણાવ્યા છે. તેને નવ લબ્ધિ પણ કહેવામાં આવે છે.
સમ્યગ્જ્ઞાનનો ઉઘાડ ઓછો હોવા છતાં સમ્યગ્દર્શન-સમ્યક્ચારિત્રના બળ વડે વીતરાગતા પ્રગટે છે તેથી તે બે શુદ્ધ પર્યાયો પ્રગટ થયા પછી બાકીના સાત ક્ષાયિક પર્યાયો એક સાથે પ્રગટે છે; ત્યારે સમ્યગ્જ્ઞાન પૂર્ણ થતાં કેવળજ્ઞાન પણ પ્રગટે છે. [સૂત્ર-૪]
જીવમાં અનાદિથી વિકાર થાય છે પણ તેના જ્ઞાન, દર્શન અને વીર્યગુણ સર્વથા નાશ પામતા નથી, તેનો ઉઘાડ ઓછા કે વધારે અંશે રહે છે; અનાદિનું અજ્ઞાન ટાળ્યા પછી સાધક જીવને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ હોય છે અને તેમને ક્રમે ક્રમે ચારિત્ર પ્રગટે છે તે બધા ક્ષાયોપશમિકભાવો છે. [સૂત્ર-પ]
જીવ અનેક પ્રકારનો વિકાર કરે છે અને તેના પરિણામે ચતુર્ગતિમાં રખડે છે; તેમાં તેને સ્વરૂપની ઊંધી માન્યતા, ઊંધું જ્ઞાન અને ઊંધું વર્તન હોય છે, અને તેથી તેને કષાય પણ થાય છે; વળી સમ્યગ્જ્ઞાન થયા પછી પૂર્ણતા પ્રાપ્ત કર્યા પહેલાં અંશે કષાય હોય છે અને તેથી તેને જુદી જુદી લેશ્યાઓ થાય છે. જીવ સ્વલક્ષને ચૂકીને પરલક્ષ કરે છે તેથી આ વિકારો થાય છે. તેને ઔદયિકભાવ કહેવાય છે. મોહસંબંધી આ ભાવ જ સંસાર છે. [સૂત્ર-૬]
સૂત્ર ૭–જીવમાં શુદ્ધ અને અશુદ્ધ એવા બે પ્રકારના પારિણામિકભાવ છે. [સૂત્ર ૭ તથા તે નીચેની ટીકા]
સૂત્ર ૮–૯–જીવનું લક્ષણ ઉપયોગ છે. છદ્મસ્થ જીવની અનેક દશા હોવાથી તેનો જ્ઞાન-દર્શનનો ઉપયોગ ઓછો કે વધારે હોય છે, અને કેવળજ્ઞાન પ્રગટ થતાં પૂર્ણ હોય છે. છદ્મસ્થ જીવોને જ્ઞાન-દર્શનનો ઉપયોગ ક્ષાયોપશમિક ભાવે છે અને કેવળી ભગવાનને તે ઉપયોગ ક્ષાયિકભાવે છે. [સૂત્ર ૮-૯]
સૂત્ર ૧૦–જીવોના સંસારી અને મુક્ત એવા બે પ્રકાર છે; તેમાં અનાદિ અજ્ઞાની સંસારી જીવને (ઔદયિક, ક્ષાયોપશમિક અને પારિણામિક) ત્રણ ભાવો હોય છે, પ્રથમ ધર્મ પામતાં (ઔદયિક, ક્ષાયોપશમિક, ઔપશમિક અને પારિણામિક) ચાર ભાવો થાય છે. ક્ષાયિકસમ્યક્ત્વ પામ્યા પછી ઉપશમશ્રેણી માંડનાર જીવને એ પાંચે