અ. ૩ સૂત્ર ૪-પ ] [ ૨૪૧
(ર) પરિણામ–અહીં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દને ‘પરિણામ’ કહેલ છે. (૩) શરીર–પહેલી પૃથ્વીમાં શરીરની ઊંચાઈ ૭ ધનુષ, ૩ હાથ અને ૬ અંગુલ છે. તે હુંડક આકારે છે; ત્યારપછી નીચે નીચેની પૃથ્વીના નારકીઓનાં શરીરની ઊંચાઈ ક્રમથી બમણી બમણી છે.
(૪) વેદના–પહેલેથી ચોથી નરક સુધીમાં ઉષ્ણ વેદના છે; પાંચમીમાં ઉપલા ભાગમાં ઉષ્ણ અને નીચલા ભાગમાં શીત છે, તથા છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં મહાશીત વેદન હોય છે. નારકીઓનું શરીર વૈક્રિયિક હોવા છતાં તેનાં શરીરનાં વૈક્રિયિક પુદ્ગલો મળ, મૂત્ર, કફ, વમન, સડેલ માંસ, હાડ અને ચામડીવાળાં ઔદારિક શરીર કરતાં પણ અત્યંત અશુભ હોય છે.
(પ) વિક્રિયા–તે નારકીઓને ક્રૂર સિંહ-વ્યાઘ્રાદિરૂપ અનેક પ્રકારના રૂપો ધારણ કરવારૂપ વિક્રિયા હોય છે. ।। ૩।।
અર્થઃ– નારકી જીવો પરસ્પર એકબીજાને દુઃખ ઉત્પન્ન કરે છે. (-તેઓ કૂતરાની માફક પરસ્પર લડે છે). ।। ૪।।
અર્થઃ– અને તે નારકીઓ ચોથી પૃથ્વી પહેલાં પહેલાં (એટલે કે ત્રીજી પૃથ્વી પર્યંત), અત્યંત સંકિલષ્ટ પરિણામના ધારક એવા અંબ-અંબરિષ આદિ જાતિના અસુરકુમાર દેવો દ્વારા દુઃખ પામે છે અર્થાત્ અંબ-અંબરિષ અસુરકુમાર દેવો ત્રીજી નરક સુધી જઈને નારકી જીવોને દુઃખ આપે છે તથા તેમને પૂર્વનું વેર સ્મરણ કરાવીને અંદરોઅંદર લડાવે છે અને દુઃખી દેખી રાજી થાય છે.
સૂત્ર ૩-૪-પ માં નારકીનાં દુઃખોનું વર્ણન કરતાં તેનાં શરીર, તેના રંગ, સ્પર્શ વગેરેને તથા બીજા નારકીઓ અને દેવોને દુઃખનાં કારણો કહ્યાં છે, તે ઉપચારકથન છે; ખરેખર તે કોઈ પરપદાર્થો દુઃખનાં કારણો નથી તેમ જ તેનો સંયોગ તે દુઃખ નથી.