અ. ૩ સૂત્ર ૬ ] [ ૨૪૩ પહેલેથી સાતમી નરક સુધીમાં જ્ઞાની પુરુષના સત્સમાગમે પૂર્વભવે સાંભળેલ આત્મસ્વરૂપના સંસ્કાર તાજા કરીને નારકી જીવો સમ્યગ્દર્શન પ્રગટ કરે છે. ત્રીજી નરક સુધીના નારકી જીવોને પૂર્વ ભવનો કોઈ સમ્યગ્જ્ઞાની મિત્ર આત્માનું સ્વરૂપ સમજાવતાં, તેનો ઉપદેશ સાંભળી, યથાર્થ નિર્ણય કરી, તે જીવો સમ્યગ્દર્શન પ્રગટ કરે છે.
(પ) એ ઉપરથી સિદ્ધ થાય છે કે, “જીવોને શરીર સારું હોય, ખાવાપીવાનું બરાબર મળતું હોય અને બહારના સંયોગ અનુકૂળ હોય તો ધર્મ થઈ શકે અને તે પ્રતિકૂળ હોય તો જીવ ધર્મ ન કરી શકે”- એ માન્યતા સાચી નથી. પરને અનુકૂળ કરવામાં પ્રથમ લક્ષ રોકવું અને તે અનુકૂળ થયા પછી ધર્મ સમજવો જોઈએ એવી માન્યતા ભૂલભરેલી છે, કેમ કે ધર્મ પરાધીન નથી પણ સ્વાધીન છે અને સ્વાધીનપણે પ્રગટ કરી શકાય છે.
(૬) પ્રશ્નઃ– જો બાહ્યસંયોગો અને કર્મોનો ઉદય ધર્મમાં બાધક નથી તો નારકી જીવો ચોથા ગુણસ્થાનથી ઉપર કેમ જતા નથી?
ઉત્તરઃ– પૂર્વે તે જીવોએ પોતાના પુરુષાર્થની ઘણી ઊંધાઈ કરી છે અને વર્તમાનમાં પોતાની ભૂમિકા અનુસાર મંદ પુરુષાર્થ કરે છે તેથી ઉપર ચડતાં વાર લાગે છે.
(૭) પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિને નરકમાં કેવું દુઃખ હશે? ઉત્તરઃ– નરક કે કોઈ ક્ષેત્રના કારણે કોઈ પણ જીવને સુખ-દુઃખ થતું નથી, પોતાની અણસમજણના કારણે દુઃખ અને પોતાની સાચી સમજણના કારણે સુખ થાય છે. પરવસ્તુના કારણે સુખ-દુખ કે લાભ-નુકશાન કોઈ જીવને છે જ નહિ. અજ્ઞાની નારકી જીવને જે દુઃખ થાય છે તે પોતાની ઊંધી માન્યતારૂપ દોષના કારણે થાય છે, બહારના સંયોગના કારણે દુઃખ થતું નથી. અજ્ઞાની જીવો પરવસ્તુને ક્યારેક પ્રતિકૂળ માને છે અને તેથી તે પોતાની અજ્ઞાનતાને કારણે દુઃખી થાય છે; અને ક્ય ારેક પરવસ્તુઓ અનુકૂળ છે એમ માની સુખની કલ્પના કરે છે; તેથી અજ્ઞાની જીવ પરદ્રવ્યો પ્રત્યે ઇષ્ટ-અનિષ્ટપણું સેવે છે.
સમ્યગ્દ્રષ્ટિ નારકી જીવોને અનંત સંસારનું બંધન થાય તેવો કષાય ટળ્યો છે અને તેથી તેટલું સાચું સુખ તેમને નરકમાં પણ છે. જેટલો કષાય રહ્યો છે તેનું અલ્પ દુઃખ હોય છે. પણ થોડાક ભવમાં તે અલ્પ દુઃખનો પણ તે નાશ કરશે. તેઓ પરને દુઃખદાયક માનતા નથી પણ પોતાની અસાવધાનીને દુઃખનું કારણ માને છે, તેથી પોતાની અસાવધાની ટાળતા જાય છે. અસાવધાની બે પ્રકારની છે-સ્વસ્વરૂપની માન્યતાની અસાવધાની અને સ્વસ્વરૂપના આચરણની અસાવધાની. તેમાંથી પહેલા