૨૪૪ ] [ મોક્ષશાસ્ત્ર પ્રકારની અસાવધાની તો સમ્યગ્દર્શન થતાં ટળી છે, અને બીજા પ્રકારની અસાવધાની છે તેને તે ટાળતા જાય છે.
(૮) સમ્યગ્દર્શન પ્રગટ કરીને-સમ્યગ્દ્રષ્ટિ થયા પછી જીવ નરક-આયુષ્યનો બંધ કરતો નથી, પણ સમ્યગ્દર્શન પ્રગટ કર્યા પહેલાં તે જીવે નરકનું આયુષ્ય બાંધ્યું હોય તો તે પહેલી નરકમાં જાય છે પણ ત્યાં તેની અવસ્થા પારા (૭) માં જણાવ્યા મુજબની હોય છે.
(૯) પહેલીથી ચોથી નરક સુધીથી નીકળીને મનુષ્ય થયેલા જીવોમાંથી લાયક જીવો તે ભવે મોક્ષ પ્રાપ્ત કરે છે, પાંચમી નરકથી નીકળીને મનુષ્ય થયેલા પાત્ર જીવો સાચું મુનિપણું ધારણ કરી શકે છે, છઠ્ઠા નરકથી નીકળીને મનુષ્ય થયેલા પાત્ર જીવો પાંચમા ગુણસ્થાન સુધી જઈ શકે છે અને સાતમી નરકથી નીકળેલા જીવો ક્રૂર તિર્યંચ ગતિમાં જ જાય છે. આ ભેદો જીવોના પુરુષાર્થની તારતમ્યતાના કારણે પડે છે.
(૧૦) પ્રશ્નઃ– સમ્યદ્રષ્ટિ જીવોનો અભિપ્રાય નરકમાં જવાનો હોતો નથી, છતાં કોઈક સમ્યગ્દ્રષ્ટિ નરકમાં જાય છે, તો ત્યાં તો જડકર્મનું જોર છે અને જડકર્મ જીવને નરકમાં લઈ જાય છે તેથી જવું પડે છે-આ વાત ખરી છે કે નહિ?
ઉત્તરઃ– એ વાત ખરી નથી; એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકે નહિ માટે જડકર્મ જીવને નરકમાં લઈ જાય એમ બનતું નથી. સમ્યગ્દ્રષ્ટિ કે મિથ્યાદ્રષ્ટિ કોઈ જીવ નરકમાં જવા માગતા નથી છતાં જે જે જીવો નરકક્ષેત્રે જવા લાયક હોય તે તે જીવો પોતાની ક્રિયાવતી શક્તિના પરિણમનના કારણે ત્યાં જાય છે, તે વખતે કાર્મણ અને તૈજસશરીર પણ તેમની પોતાની (-પુદ્ગલ પરમાણુઓની) ક્રિયાવતીશક્તિના પરિણમનના કારણે તે ક્ષેત્રે જીવની સાથે જાય છે.
વળી અભિપ્રાય તો શ્રદ્ધાગુણનો પર્યાય છે અને ઈચ્છા તે ચારિત્રગુણનો વિકારી પર્યાય છે. દ્રવ્યના દરેક ગુણો સ્વતંત્ર અને અસહાય છે, તેથી જીવની ઈચ્છા કે અભિપ્રાય ગમે તે જાતના હોવા છતાં જીવની ક્રિયાવતીશક્તિનું પરિણમન તેનાથી (-અભિપ્રાય અને ઈચ્છાથી) સ્વતંત્રપણે, તે વખતના તે પર્યાયના ધર્મ અનુસાર થાય છે. તે ક્રિયાવતીશક્તિ એવી છે કે જીવને ક્યા ક્ષેત્રે લઈ જવો તેનું જ્ઞાન હોવાની તેને જરૂર નથી. નરકાદિમાં જનારા તે તે જીવો તેમના આયુષ્યપર્યંત તે ક્ષેત્રના સંયોગને લાયક હોય છે, અને ત્યારે તે જીવોના જ્ઞાનનો ઉઘાડ પણ તે તે ક્ષેત્રમાં રહેલા જીવો તથા પદાર્થોને જાણવા લાયક હોય છે. નરકગતિનો ભવ પોતાના પુરુષાર્થના દોષથી બંધાયો હતો તેથી યોગ્ય સમયે તેના ફળપણે જીવની પોતાની લાયકાતના કારણે